Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

એક રાતમાં કંઇ બદલાતું નથી, ઇન્ડિયન બોલિંગ અટેક હજી પણ વર્લ્ડ કલાસ છે :મેકગ્રા

ટોસ પણ ટીમની હાર-જીતમાં મહત્વનો ભાગ ભજવતો હોય છે

મુંબઇ : ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ પ્લેયર ગ્લેન મેકગ્રાનું કહેવું છે કે ભારતીય બોલિંગ એટેક હજી પણ કલાસ છે. ન્યુ ઝીલેન્ડ સામેની પહેલી ટેસ્ટ મેચ ભારતે ૧૦ વિકેટે ગુમાવી હતી. ત્યાર બાદ ભારતીય બોલરોની વાત કરતાં અભિપ્રાય આપતાં મેકગ્રાએ કહ્યુંહતું કે ભારતીય ટીમની બોલિંગ લાઇનઅપમાં મને હજી પણ વિશ્વાસ છે. ટીમના ઘણા  ખેલાડીઓ ઇન્જરીમાંથી ફરી બેઠા થયા છે. ઇશાન્ત શર્માએ કમબેક કર્યું અને પાંચ વિકેટ લીધી. અશ્વિન પણ ત્રણ વિકેટ લઈ ગયો. ઇન્જરીમાંથી પાછા આવ્યા બાદ બુમરાહે પણ એક અને મોહમ્મદ શમીએ પણ એક વિકેટ મેળવી હતી.

ઇન્ડિયન ક્રિકેટ ટીમનો બોલિંગ અટેક જોરદાર છે અનેએમાં કોઈ ડાઉટ નથી. એક જ રાતમાં કંઈ નથી થતું.ટોસ પણ ટીમની જીત-હારમાં અગત્યનો ભાગ ભજવતો હોય છે જેના લીધે સીધી અસર મેચનાં પરિણામ પર જોવા મળે છે.

(3:45 pm IST)