Gujarati News

Gujarati News

News of Saturday, 26th December 2020

હાર્દિક પંડ્યા બન્યો શાંતાક્લોઝ : પત્નિનતાશા અને પુત્ર સાથે શેર કરી તસ્વીર

ક્રિકેટના તેના વ્યસ્ત શિડ્યુલને લઇને પત્નિ અને પુત્રથી લાંબો સમય દૂર રહ્યા બાદ પરિવાર સાથે ક્રિસમસ મનાવી

મુંબઈ : ટીમ ઇન્ડિયાના ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યા હાલમાં ઓસ્ટ્રેલિયા સામે રમાઇ રહેલી ટેસ્ટ સીરીઝનો હિસ્સો નથી. તે વન ડે અને T20 સીરીઝ ઓસ્ટ્રેલિયા સામે રમીને પરત ભારત ફર્યો હતો. ઘણાં લાંબા સમય બાદ પરિવારને મળી શક્યો છે. ક્રિકેટના તેના વ્યસ્ત શિડ્યુલને લઇને પત્નિ અને પુત્રથી લાંબો સમય દુર રહ્યો હતો. જોકે હાલમાં તે પત્નિ નતાશા સ્ટેનકોવિક અને પુત્ર અગત્સ્ય સાથે પુરો સમય પસાર કરી રહ્યો છે. ક્રિસમસને લઇને તેણે પત્નિ નતાશા અને પુત્ર સાથે એક તસ્વીર શેર કરી હતી.

હાર્દિક પંડ્યાએ ઇન્સ્ટાગ્રામ પર પત્નિ નતાશા તેમજ પુત્ર અગત્સ્ય સાથેનો ફોટો શેર કર્યો છે. જે તસ્વીરમાં હાર્દિક પંડ્યા અને તેના પુત્ર અગત્સ્ય સાંતા ક્લોઝનો ડ્રેસ પહેરી રાખ્યો છે. ક્રિસમસના તહેવારને લઇને પોતાના ઘરને પણ ખૂબ સરસ સજાવી રાખ્યુ હતુ. આ પહેલા તે ઓસ્ટ્રેલિયાથી પરત આવ્યા પછી પત્નિ સાથે હાર્દિક ડિનર કરવા પણ ગયો હતો.

પત્નિ નતાશા એ આ વર્ષે જ પુત્રને જન્મ આપ્યો હતો. જોકે અગત્સ્ય 15 દિવસનો જ હતોને હાર્દિક પંડ્યા ક્રિકેટને લઇને વિદેશ પ્રવાસે ગયો હતો. પહલા તે યુએઇમાં મુંબઇ ઇન્ડિયન્સ તરફ થી આઇપીએલમાં રમ્યા બાદ સીધો જ ઓસ્ટ્રેલીયા પ્રવાસે પહોંચ્યો હતો. લગ્ન બાદ હાર્દિક શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. ઓસ્ટ્રેલીયામાં તેણે પોતાના બેટથી સૌને પ્રભાવિત કર્યા હતા.

(9:15 am IST)