Gujarati News

Gujarati News

News of Thursday, 26th December 2019

અશ્વિનને ઘણી વખત કોઇ નોટીસ નથી કરતુ

દાયકાની સૌથી વધુ વિકેટ લેનાર બોલર વિશે સૌરવ ગાંગુલીએ કહ્યું.. : છેલ્લા ૧૦ વર્ષમાં ૫૬૪ વિકેટ સાથે ટોચ ઉપર છે

નવી દિલ્હી : સૌરવ ગાંગુલીએ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ઇન્ડિયા તરફથી હાઈએસ્ટ વિકેટ લેનાર પ્લેયર રવિચન્દ્રન અશ્વિનનાં ખૂબ જ વખાણ કર્યા હતાં. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ દ્વારા એક ટ્વીટ કરવામાં આવ્યું છે જેમાં છેલ્લાં દસ વર્ષમાં સૌથી વધુ વિકેટ લેનાર પ્લેયરનાં નામ જાહેર કરવામાં આવાં છે. આ લિસ્ટમાં સૌથી પહેલાં આર. અશ્વિન ૫૬૪ વિકેટ સાથે છે. ૫૩૫ વિકેટ સાથે બીજા ક્રમે જેમ્સ એન્ડરસન, પરપ વિકેટ સાથે ત્રીજા ક્રમે સ્ટુઅર્ટ બ્રોડ, ૪૭૫ વિકટે સાથે ચોથા ક્રમે ટીમ સાઉથી અને ૪૫૮ વિકેટ સાથે પાંચમા ક્રમે ટ્રેન્ટ બોલ્ટનો સમાવેશ  થાય છે. આ વિશે સૌરવ ગાંગુલીએ ટ્વીટ કર્યું હતું કે 'અશ્વિને આ દાયકામાં સૌથી વધુ વિકેટ લીધી છે. ખૂબ જ અદ્બુત કહેવાય. મને એવી ફીલિંગ્સ આવે છે કે ઘણી વાર તેને નોટિસ કરવામાં નથી આવતો.'

(3:33 pm IST)