Gujarati News

Gujarati News

News of Thursday, 26th December 2019

બુમરાહ માટે પ્રોટોકોલની ઐસી કી તૈસી કરી ગાંગુલીએ

સુરતઃ  ઈન્ડિયન ક્રિકેટ બોર્ડના પ્રેસિડન્ટ સૌરવ ગાંગુલીએ પેસ બોલર જસપ્રીત બુમરાહ માટે પ્રોટોકોલની એસી કી તેસી કરી નાખી છે. જસપ્રીત બુમરાહ ઇન્જર્ડ હતો અને પ્રોટોકોલ મુજબ ટીમમાં રિટર્ન થવા પહેલાં પ્લેયરે ડોમેસ્ટિક ક્રિકેટમાં પોતાની ફિટનેસ પુરવાર કરવી પડે છે. સુરતના લાલભાઈ કોન્ટ્રેકટર સ્ટેડિયમમાં  રમાયેલી ગુજરાત અને કેરળ વચ્ચેની રણજી ટ્રોફીમાં જસપ્રીત બુમરાહ ગેરહાજર હતો. જોકે તેને ગેરહાજર રહેવા માટે સૌરવ ગાંગુલી દ્વારા કહેવામાં આવ્યું હતું. રણજી ટ્રોફીથી દૂર રહી તેને શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયા સામેની ટીર૦ અને વન-ડે મેચ માટે ફોકસ કરવા માટે કહેવામાં આવ્યં હતું.

(3:33 pm IST)