Gujarati News

Gujarati News

News of Tuesday, 26th December 2017

દક્ષિણ આફ્રિકામાં કોહલી ટીમથી બચીની રહેવું પડશે: એબી ડી વિલિયર્સ

નવી દિલ્હી:દક્ષિણ આફ્રિકાની ધરતી ઉપર ભારતીય ક્રિકેટ ટીમનો અગાઉનો દેખાવ ભલે સાધારણ રહ્યો હોય પરંતુ વખતે વિરાટ કોહલીની ટીમ ખૂબ સારા ફોર્મમાં છે અને અમારે તેમનાથી ચેતીને રહેવું પડશે તેમ દક્ષિણ આફ્રિકાના સ્ટાર બેટ્સમેન એબી ડી વિલિયર્સે જણાવ્યું છે. દક્ષિણ આફ્રિકા અને ભારત વચ્ચે જાન્યુઆરીથી ત્રણ મેચની ટેસ્ટશ્રેણીનો પ્રારંભ થશે. ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકામાં કુલ ૧૭ ટેસ્ટ મેચમાં રમી છે, જેમાંથી તેનો માત્ર બે માં વિજય થયો છે. ભારતીય ટીમ બુધવારે મધ્યરાત્રિએ દક્ષિણ આફ્રિકા જવા માટે રવાના થશે. દક્ષિણ આફ્રિકાના પૂર્વ સુકાની એબી ડી વિલિયર્સે જણાવ્યું હતું કે, 'ભારત સામે છેલ્લા કેટલાક સમયથી રમી શક્યો નહીં હોવાથી તેમની સામેના મુકાબલાને લઇને હું ખૂબ આતુર છું. શ્રેણી ખૂબ રસપ્રદ બની રહેેશે. ભારતના યુવા ખેલાડીઓ ખૂબ સારા છે અને અમારે તેમનાથી ચેતીને રહેવું પડશે. ૧૯૯૦ના દાયકાની સરખામણીએ છેલ્લા કેટલાક વર્ષોથી ભારતીય ટીમનો દક્ષિણ આફ્રિકામાં દેખાવ પણ સારો રહ્યો છે. હાલના સમયે વિરાટ કોહલી સર્વશ્રેષ્ઠ કેપ્ટન છે અને જેમ અનુભવ મળી રહ્યો છે તેમ તે વધુ ઘડાઇ રહ્યો છે. મેં તેને પ્રથમવાર કેપ્ટનશિપ કરતા જોયો તેના કરતા હવે તે ઘણો પરિપક્વ થઇ ગયો છે. કોહલી દક્ષિણ આફ્રિકામાં ઈતિહાસ રચવા માટે પૂરા પ્રયાસ કરશે. ' ૩૩ વર્ષીય ડી વિલિયર્સ છેલ્લા કેટલાક સમયથી ફિટનેસ મેળવવા ઝઝૂમી રહ્યો છે અને તે છેલ્લે જાન્યુઆરી ૨૦૧૬માં ટેસ્ટ ક્રિકેટમાં રમ્યો હતો. ઝિમ્બાબ્બવે સામે મંગળવારથી શરૃ થતી ચાર દિવસીય ટેસ્ટ સાથે ડી વિલિયર્સ ટેસ્ટ ક્રિકેટમાં પુનરાગમન કરે તેવી સંભાવના છે.
 

(5:19 pm IST)