Gujarati News

Gujarati News

News of Tuesday, 26th December 2017

નવા નિયમો સાથે આજે સાંજે ૫ વાગ્યાથી આફ્રિકા - ઝિમ્બાબ્વે વચ્ચે ચાર દિવસીય ટેસ્ટ

પોર્ટ એલિઝાબેથ : દક્ષિણ આફ્રિકા અને ઝિમ્બાબ્વે વચ્ચે આજે સાંજે ૫ વાગ્યાથી ચાર દિવસીય ટેસ્ટ મેચનો પ્રારંભ થશે. આ ટેસ્ટમાં ૯૮ ઓવર સાથે ૬ કલાકની રમત હશે : પ્રથમ બે સેશન બે કલાક અને ૧૫ મિનિટના હશે. પ્રથમ સેશન બાદ ૨૦ મિનિટનો ટી બ્રેક, બીજા સેશન બાદ ૪૦ મિનિટનો ડિનર બ્રેક હશે : ૧૫૦થી વધુની લીડ હોય તો ફોલોઓન આપી શકાશે : બંને ટીમ આ મુજબ છે : દક્ષિણ આફ્રિકા :- ડીન એલ્ગર, ઐડન મેરક્રમ, હાશિમ અમલા, ટેમ્બા બવુમા, ફાફ ડુ પ્લેસીસ (કેપ્ટન)/ એબી ડિવિલિયર્સ, કિવન્ટોન ડી કોક, એન્ડિલ ફેહલુકાયો, વેર્નોન ફિલાન્ડર, કેશવ મહારાજ, કેગિસો રબાડા, ડેલ સ્ટેન / મોર્ને મોર્કેલ. ઝિમ્બાબ્વે :- હેમિલ્ટન મસાકદૂઝા, સોલોમન માયર, ક્રેગ ઈરવીન, બ્રેન્ડન ટેલર, પીટર મૂર, સિકંદર રઝા, રેગીસ ચકાબ્વા, ગ્રીમ ક્રેમર (કેપ્ટન), કેઈલ જાર્વિસ, બ્લેસીંગ, મુઝરબાની, ક્રિસ્ટોફર મોફુ.

(11:54 am IST)