Gujarati News

Gujarati News

News of Tuesday, 26th December 2017

મારે તો લડવું છે, પણ વિજેન્દર મારી સામે લડવા તૈયાર નથી : આમિર ખાન

વધુ એક બોકસરે વિજેન્દરને પડકાર ફેંકયો

પ્રોફેશ્નલ મુક્કાબાજ બન્યા પછી શનિવારે સતત દસમો મુકાબલો જીતનાર ભારતના ટોચના બોકસર વિજેન્દર સિંહે એક તરફ હવે કોમનવેલ્થ તથા વર્લ્ડ ચેમ્પિયનશીપ જીતવા માટે કમર કસી છે ત્યાં બીજી બાજુ પાકિસ્તાની મૂળના બ્રિટીશ મુક્કાબાજ આમિર ખાને સોશિયલ મીડિયા પર વિજેન્દરની જીત વિશેના એક ટ્વીટમાં પોતાને પૂછવામાં આવેલા એક સવાલના જવાબમાં લખ્યુ હતું કે 'મારે તો લડવું છે, પણ વિજેન્દર મારી સામે લડવા તૈયાર નથી થતો, મેં તો ઘણા સમય પહેલા જ તેને પડકાર્યો હતો.' એથેન્સ ઓલિમ્પિકસમાં સિલ્વર જીતનાર આમિર ખાન ૩૫માંથી ૩૧ પ્રોફેશ્નલ મુકાબલા જીત્યો છે. જો કે હજી સુધી તે એશિયાના એક પણ બોકસર સામે નથી લડ્યો. વિજેન્દરે તાજેતરમાં ચીનના ઝુલ્પીકર મૈમૈતિયાલીને આસાનીથી હરાવ્યો હતો.

(11:53 am IST)