Gujarati News

Gujarati News

News of Tuesday, 26th December 2017

ત્રીજી વનડેમાં ન્યુઝીલેન્ડનો વિન્ડિઝ ઉપર સરળ વિજય

વરસાદગ્રસ્ત મેચમાં ડકવર્થ લુઇસથી પરિણામ : ૨૩ ઓવરમાં ન્યુઝીલેન્ડે ૧૩૧ રન બનાવ્યા બાદ વિન્ડિઝ નવ વિકેટે ૯૯ રન બનાવી શકી : ટેલર મેન ઓફ દ મેચ

ક્રાઇસ્ટચર્ચ, તા. ૨૬ : ક્રાઇસ્ટચર્ચ ખાતે આજે રમાયેલી વરસાદગ્રસ્ત મેચમાં યજમાન ન્યુઝીલેન્ડે વેસ્ટ ઇન્ડિઝ પર ૬૬ રને જીત મેળવી હતી. ડકવર્થ લુઇસ પદ્ધિતીના આધાર પર ન્યુઝીલેન્ડે જીત મેળવી હતી. પ્રથમ બેટિંગ કરતા ન્યુઝીલેન્ડે ૨૩ ઓવરમાં ચાર વિકેટે ૧૩૧ રન બનાવ્યા હતા. ૨૩ ઓવરમાં જીતવા માટેના ૧૬૬ રનના ડકવર્થ લુઇસ પદ્ધિતી આધારના ટાર્ગેટનો પીછો કરતા વેસ્ટ ઇન્ડિઝની ટીમ નવ વિકેટે ૯૯ રન બનાવી શકી હતી. મેચ ઓફ ધ મેચ તરીકે ટેલરની પસંદગી કરવામાં આવી હતી. ટેલરે અણનમ ૪૭ રન કર્યા હતા. વેસ્ટ ઇન્ડિઝની ટીમના બેટ્સમેનો ફરી ફ્લોપ રહ્યા હતા. ધરખમ બેટ્સમેન ગેઇલ માત્ર ચાર રન કરીને આઉટ થયો હતો. આ જીત સાથે ન્યુઝીલેન્ડે ત્રણ મેચોની શ્રેણી ૩-૦થી જીતી લીધી છે. મેન ઓફ ધ સિરિઝ તરીકે બોલ્ટની પસંદગી કરવામાં આવી હતી. આજે ટોસ જીતીને ન્યુઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. મેચ ૨૩ ઓવરની બની શકી હતી. મેચના નિર્ણય માટે ડકવર્થ લુઇસ પદ્ધિતીનો ઉપયોગ કરવાની ફરજ પડી હતી. બોલ્ટે આજે ફરી એકવાર તરખાટ મચાવ્યો હતો અને ૧૮ રન આપીને ત્રણ વિકેટો ઝડપી હતી. ૨૩મી ડિસેમ્બરના દિવસે રમાયેલી બીજી વનડે મેચમાં ન્યુઝીલેન્ડે વેસ્ટઇન્ડિઝ ઉપર ૨૦૪ રને મોટી જીત મેળવી હતી. પ્રથમ બેટિંગ કરતા ન્યુઝીલેન્ડે ૫૦ ઓવરમાં છ વિકેટે ૩૨૫ રન બનાવ્યા હતા. ૩૨૬ રનના લક્ષ્યાંકનો પીછો કરતા વિન્ડિઝની ટીમ ૨૮ ઓવરમાં જ ૧૨૧ રન કરીને ઓલઆઉટ થઇ ગઇ હતી. બોલ્ટે તરખાટ મચાવીને ૩૪ રનમાં સાત વિકેટ ઝડપી હતી. મેન ઓફ દ મેચ તરીકે તેની પસંદગી કરવામાં આવી હતી. આ જીતની સાથે જ ન્યુઝીલેન્ડે ત્રણ મેચોની શ્રેણીમાં ૨-૦ની લીડ મેળવી હતી.અત્રે નોંધનીય છે કે, ન્યુઝીલેન્ડે પ્રથમ વનડે મેચ પાંચ વિકેટે જીતી લીધી હતી. ૨૪ બોલ ફેંકવાના હતા ત્યારે ન્યુઝીલેન્ડે આ મેચ જીતી લીધી હતી. પ્રથમ વનડેમાં પ્રથમ બેટિંગ કરતા વેસ્ટઇન્ડિઝની ટીમે નિર્ધારિત ૫૦ ઓવરમાં નવ વિકેટે ૨૪૮ રન બનાવ્યા હતા. જવાબમાં ન્યુઝીલેન્ડે ૪૬ ઓવરમાં પાંચ વિકેટે ૨૪૯ રન બનાવીને મેચ જીતી લીધી હતી. ન્યુઝીલેન્ડે હાલમાં જ ટેસ્ટ શ્રેણીમાં પણ વેસ્ટઇન્ડિઝ ઉપર જીત મેળવી હતી. ન્યુઝીલેન્ડ તરફથી ઘરઆંગણે ધરખમ દેખાવ તમામ ખેલાડીઓએ કર્યો હતો. બોલરો અને બેટ્સમેનોએ શાનદાર દેખાવ કર્યો હતો.

ટેલર મેન ઓફ દ મેચ..

        ક્રાઇસ્ટચર્ચ, તા. ૨૬ : ક્રાઇસ્ટચર્ચ ખાતે આજે રમાયેલી વરસાદગ્રસ્ત મેચમાં યજમાન ન્યુઝીલેન્ડે વેસ્ટ ઇન્ડિઝ પર ૬૬ રને જીત મેળવી હત. ડકવર્થ લુઇસ પદ્ધિતીના આધાર પર ન્યુઝીલેન્ડે જીત મેળવી હતી. મેન ઓફ દ મેચ ટેલરની ઇનિંગ્સ નીચે મુજબ રહી હતી.

રન.................................................................. ૪૭

બોલ................................................................ ૫૪

ચોગ્ગા.............................................................. ૦૬

છગ્ગા............................................................... ૦૦

સ્ટ્રાઇકરેટ................................................... ૮૭.૦૩

ન્યુઝીલેન્ડ ઇનિંગ્સ

વર્કર

બો. કોટ્રેલ

૦૨

મુનરો

કો. ગેઇલ બો. હોલ્ડર

૨૧

બ્રુમ

કો. ગેઇલ બો. કોટ્રેલ

૦૨

ટેલર

અણનમ

૪૭

લાથમ

સ્ટ. હોપ બો. મિલર

૩૭

નિકોલસ

અણનમ

૧૮

વધારાના

 

૦૪

કુલ

(૨૩ ઓવરમાં ૪ વિકેટે)

૧૩૧

 

પતન  : ૧-૦૦, ૨-૨૬, ૩-૨૬, ૪-૯૯

બોલિંગ : કોટ્રેલ : ૬-૦-૧૯-૨, હોલ્ડર :૬-૨-૨૧-૧, મિલર : ૫-૦-૨૬-૧, ગાબ્રિયેલ : ૪-૦-૩૭-૦, નર્સ : ૨-૦-૨૬-૦

વિન્ડિઝ ઇનિંગ્સ :

ગેઇલ

કો. મુનરો બો. હેનરી

૦૪

વોલ્ટન

બો. બોલ્ટ

૦૦

હોપ

કો. હોપ બો. ટેલર

૦૨

એ.હોપ

એલબી બો. હેનરી

૦૧

મોહમ્મદ

બો. બોલ્ટ

૦૧

હોલ્ડર

કો. બ્રુમ બો. સેન્ટનર

૩૪

પોવેલ

કો. ફરગુશન બો. સેન્ટનર

૧૧

નર્સ

બો. એસ્લે

૦૧

મિલર

અણનમ

૨૦

કોટ્રેલ

કો. હેનરી બો. સેન્ટનર

૦૩

ગાબ્રિયેલ

અણનમ

૧૨

વધારાના

 

૧૦

કુલ

(૨૩ ઓવરમાં ૯ વિકેટે)

૯૯

પતન  : ૧-૪, ૨-૬, ૩-૭, ૪-૮, ૫-૯, ૬-૫૭, ૭-૫૮, ૮-૬૪, ૯-૭૩

બોલિંગ : હેનરી : ૫-૧-૧૮-૨, બોલ્ટ : ૫-૦-૧૮-૩, ફરગુસન : ૪-૦-૨૪-૦, સેન્ટનર : ૫-૦-૧૫-૩, એસ્લે : ૪-૦-૨૪-૧

(7:46 pm IST)