Gujarati News

Gujarati News

News of Monday, 26th November 2018

સબ્સ્ટિટ્યુટ ખેલાડી ઓસમાને ડેંબેલેએ 90મી મિનિટે ગોલ કરતા બાર્સેલોનાએ મેચ ડ્રો કરી

સબ્સ્ટિટ્યુટ ખેલાડી ઓસમાને ડેંબેલેએ 90મી મિનિટે કરેલ ગોલથી બાર્સેલોનાએ એટલેટિકો મેડ્રિડ સામે 1-1થી ડ્રો કરી હતી. સ્પેનિશ ફૂટબોલ લીગ લા લીગામાં બાર્સેલોના અને એટલેટિકોની ટીમે હાફ ટાઈમ સુધી એક પણ ગોલ કર્યો ન હતો. પહેલો ગોલ એટસેટિકોના ડિએગો કોસ્ટાએ 77મી મિનિટે કર્યો હતો. આ કોસ્ટાની સીઝનમાં લીગ માટે પહેલો ગોલ હતો. તેની ત્રણ મિનિટ બાદ ડેંબેલે મેદાન પર ઉતર્યો. ડેંબેલેએ 90મી મિનિટે ગોલ કર્યો હતો. જેના કારણે તેની ટીમ મેચ હારતા હારતા બચી હતી અને સ્કોર બરાબર થતા મેચ ડ્રો થઇ હતી

(10:04 pm IST)