Gujarati News

Gujarati News

News of Monday, 26th November 2018

અમદાવાદ બેબી લીગ ફૂટબોલમાં U11માં રાઈઝીંગ સન સોકર ક્લબ ટોચના સ્થાને

અમદાવાદ: બેબી લીગમાં અંડર 11 કેટેગરીમાં રાઈઝીંગ સન સોકર એકેડેમીએ શાનદાર પ્રદર્શન કર્યો હતો. જેમાં આનંદ નિકેતન સ્કુલ એ ક્લબે 18-1થી હાર આપીને પોતાની કેટેગરીમાં ટોચના સ્થાને પહોચી ગઈ છે. જયારે  આજ કેટેગરીમાં ફ્લોરી સોકર એકેડેમીએ રોમાંચક મેચમાં 6-5થી યંગ એવેંજર્સને હાર આપી હતી.

  સીએન શાર્પશુટર બીએ 15-1થી એમજીઆઈએસ પુમા બી ક્લબને હરાવ્યું હતું. આનંદ નિકેતર બીએ 7-5થી શાહિબાગ ક્લબને હરાવ્યું હતું. અંડર 9 કેટેગરીમાં એઆરએ ક્લબે 3-1થી એએનટીએએસ ક્લબને હાર આપી હતી. સીએન શાર્પશુટર ક્લબે 11-4થી અમદાવાદ સ્ટાર્સ ક્લબને હરાવ્યું હતું અને અંતિમ મેચમાં એમજીઆઈએસ લાયન્સ ક્લબે 5-2થી સોકરચેમ્પ રોકેટ્સ ક્લબને હરાવ્યું હતું.

(10:01 pm IST)