Gujarati News

Gujarati News

News of Monday, 26th November 2018

શ્રીલંકાને ટેસ્ટ મેચમાં તેની ધરતી પર વ્હાઇટવોશ કરશે ઇંગ્લેન્ડ

નવી દિલ્હી:ઈંગ્લેન્ડે શ્રીલંકાનો તેની જ ભૂમિ પર વ્હાઈટવોશ કરવાનો તખ્તો તૈયાર કરી દેતાં શ્રેણીની ત્રીજી અને આખરી ટેસ્ટમાં ત્રીજા દિવસના અંતે જીત તરફ આગેકૂચ કરી હતી. જીતવા માટેના ૩૨૭ના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલા શ્રીલંકાએ ત્રીજા દિવસના અંતે ચાર વિકેટે ૫૩ રન કર્યા હતા. કુસલ મેન્ડિસ ૧૫ રને અને સનદાકન ૧ રને નોટઆઉટ રહ્યા હતા. મોઈન અલીએ બે વિકેટ ઝડપી હતી. ઈંગ્લેન્ડ શ્રેણીમાં ૨-૦થી આગળ છે અને હવે ત્રીજી ટેસ્ટમાં પણ જીત તરફ આગળ વધી રહ્યું છે. કોલંબોમાં ચાલી રહેલી શ્રેણીની ત્રીજી અને આખરી ટેસ્ટમાં ઈંગ્લેન્ડને પ્રથમ ઈનિંગમાં ૯૬ રનની સરસાઈ મળી હતી. આ પછી ઈંગ્લેન્ડની બીજી ઈનિંગ ૨૩૦ રનમાં સમેટાઈ હતી, જેમાં જોશ બટલરના ૬૪ રન મુખ્ય હતા. દિલરૃવન પરેરાએ ૮૮ રનમાં પાંચ વિકેટ ઝડપી હતી. જોકે પ્રથમ ઈનિંગનો કંગાળ દેખાવ શ્રીલંકાને નડયો હતો અને ઈંગ્લેન્ડની ટીમની કુલ સરસાઈ ૩૨૬ રન થઈ ગઈ હતી.જીતવા માટેના ૩૨૭ના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલા શ્રીલંકાના ટોપ ઓર્ડરના બેટ્સમેનો ઈંગ્લિશ બોલરો સામે પ્રભાવ પાડી શક્યા નહતા. 

(5:44 pm IST)