Gujarati News

Gujarati News

News of Monday, 26th November 2018

અમદાવાદની માનસી જોષીએ જીત્યો પેરા- બેડમિન્ટનમાં ગોલ્ડ

અમદાવાદની ૨૯ વર્ષની માનસી જોષીએ ઓસ્ટ્રેલિયામાં વર્લ્ડ બેડમિન્ટન ફેડરેશન દ્વારા આયોજીત પેરા બેડમિન્ટન ટુર્નામેન્ટની વિમેન્સ સિંગલ્સ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેણે ફાઈનલમાં જાપાનની મોરીકો ઈટોને ૨૧-૧૩ અને ૨૧-૧૨થી હરાવી હતી. તેણે ૪ લીગમાંથી ૩ અને ફાઈનલ સહિત કુલ ૫ મેચ જીતી હતી. તેણે ગયા મહિને ઈન્ડોનેશિયામાં યોજાયેલી પેરા એશિયન ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. માનસીને ડાબા પગમાં તકલીફ છે. તેણે ઈલેકટ્રોનિકસમાં એન્જીનિયરીંગ કર્યુ છે. તેના પપ્પા ગીરીશ જોષી ભાભા એટોમીક રીસર્ચ સેન્ટરમાં સાયન્ટીસ્ટ હતા જે પોતે નેશનલ લેવલ સુધી બાસ્કેટબોલ રમ્યા હતા.

(3:08 pm IST)