Gujarati News

Gujarati News

News of Thursday, 26th September 2019

બીસીસીઆઈના પૂર્વ અધ્યક્ષના દીકરી રૂપ મયપ્પન બન્યા તમિલનાડુ ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ

નવી દિલ્હી:બીસીસીઆઈના પૂર્વ અધ્યક્ષ એન શ્રીનિવાસનની દીકરી રૂપા મયપ્પન ગુરૂવારે નિર્વિરોધ રીતે તમિલનાડુ ક્રિકેટ એસોસિએશની અધ્યક્ષ બની ગઈ છે. ચેન્નાઈમાં 87મી સામાન્ય સભામાં સર્વાનુસંમતિથી નવા અધ્યક્ષની નિમણૂક કરવામાં આવી છે. રૂપા તમિલનાડુ ક્રિકેટ સંઘની પહેલી મહિલા અધ્યક્ષ બની છે.

સુપ્રીમ કોર્ટે 20 સપ્ટેમ્બર 2019ના રોજ કહ્યું હતું કે રાજ્ય ક્રિકેટ એકમે બીસીસીઆઈના નવા સંવિધાનને સંપૂર્ણ રીતે નથી અપનાવ્યું. તેમ છતા પણ તે ચૂંટણી આયોજન કરી શકે છે. કોર્ટે એમ પણ કહ્યું હતું કે તમિલનાડુ ક્રિકેટ એકમના ચૂંટણી પરિણામ તેના અંતિમ આદેશો પર આધારિત રહેશે પરંતુ કોર્ટના નિર્ણયથી સીઓએ સંપૂર્ણ રીતે સંમત નહતા.

(6:30 pm IST)