Gujarati News

Gujarati News

News of Thursday, 26th September 2019

પાકિસ્તાની ક્રિકેટ ટીમના કોચ પદ પરથી હટી ગયા પછી મિકી આર્થરે પીસીબી પર આટલો મોટો આરોપ લગાવ્યો

નવી દિલ્હી: પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ પીસીબીએ મિકી આર્થરની જગ્યાએ પૂર્વ પાકિસ્તાન કેપ્ટ્ન મિસ્બાહ-અલ-હક ને પાકિસ્તાન ક્રિકેટ ટીમના હેડ કોચ અને ચીફ સિલેક્ટર નિયુક્ત કર્યા છે. ત્યારે પાકિસ્તાનના પૂર્વ ઘાતક તેઝ બોલર વકાર યુનુસને બોલરનો કોચ બનાવવામાં આવ્યો છે કોચ પદથી  હટી ગયા પછી મિકી આર્થરે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ પર આરોપ લાગવ્યો છે.

                આર્થરનું કહેવું છે કે પાકિસ્તાનમાં થોડાક એવા લોકો છે જેમને તેમને કંઈક  અલગ કહ્યું હતું અને કર્યું પણ કંઈક અલગ આર્થર વિશ્વ કપ પછી પણ ટીમના કોચ બની રહેવા ઇચ્છતા હતા અને વાત તેમને પીસીબીને પણ કહી હતી પરંતુ પીસીબીએ તેમને હટાવવાનો નિર્ણય કર્યો હતો એવું તેમનું કહેવું છે.

(6:26 pm IST)