Gujarati News

Gujarati News

News of Thursday, 26th September 2019

જબરદસ્ત કમબેકનું બુમરાહનું પ્રોમીસ

નવી દિલ્હી : ઈન્ડિયા અને સાઉથ આફ્રિકાની ટેસ્ટ મેચ સીરીઝ શરૂ થતા પહેલા જ જશપ્રીત બુમરાહ ઈજાને કારણે ટેસ્ટ સીરીઝમાંથી બહાર થયો છે. તેની જગ્યાએ ટીમમાં ઉમેશ યાદવને સ્થાન આપવામાં આવ્યુ છે. બુમરાહના બહાર જતા અને ઈજાને કારણે સોશ્યલ મીડિયા પર તેને ઢગલાબંધ 'ગેટ વેલ સુન'ના સંદેશ મળ્યા હતા. આ વિશે આભાર વ્યકત કરતાં બુમરાહે કહ્યું હતું કે ઈન્જરી તો સ્પોટ્ર્સની ચડતી - પડતીમાં આવતી રહે છે. રિકવરીની શુભેચ્છાઓ આપવા બદલ આપ સૌનો આભાર. મારૂ માથુ હંમેશા ઉંચુ રહેશે અને હું ધારૂ છુ કે મારી એકિઝટ કરતા મારૂ કમબેક જબરદસ્ત હશે. ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ત્રણ ટેસ્ટ મેચોની સિરીઝ બીજી ઓકટોબરથી શરૂ થશે. માત્ર ૧૨ ટેસ્ટ મેચ રમેલા બુમરાહે કુલ ૬૨ વિકેટ લેવામાં સફળતા મેળવી છે.

(3:43 pm IST)