Gujarati News

Gujarati News

News of Thursday, 26th September 2019

ટી-૨૦માં ત્રણ મેઇડન ઓવર નાખનારી પહેલી ભારતીય પ્લેયર બની દીપ્તિ શર્મા

સુરત : ભારત અને સાઉથ આફ્રિકાની મહિલા ટીમ વચ્ચે પાંચ ટી૨૦ મેચોની પહેલી મેચ સુરત ખાતે રમાઈ હતી જેમાં ભારતે ૧૧ રનથી જીત મેળવીને ૧-૦થી લીડ બનાવી લીધી હતી. આ મેચમાં ભારતીય બોલર દીપ્તિ શર્માએ એક અનોખો રેકોર્ડ પોતાને નામ કર્યો હતો. દીપ્તિએ મેચમાં કુલ ચાર ઓવર નાખી હતી જેમાં ત્રણ ઓવર મેઇડન રહી હતી અને આ જ તેણે બનાવેલો રેકોર્ડ છે. દીપ્તિ એક ટી૨૦ મેચમાં ત્રણ મેઇડન ઓવર નાખનાર પહેલી ભારતીય પ્લેયર બની ગઈ છે. તેણે ચાર ઓવરમાં કુલ આઠ રન આપી ત્રણ વિકેટ લીધી હતી. ભારતે આ મેચમાં સાઉથ આફ્રિકાને જીતવા માટે ૧૩૧ રનનો ટાર્ગેટ આપ્યો હતો જેની સામે મહેમાન ટીમ ૧૯.૫ ઓવરમાં ૧૧૯ રન કરીને ઓલ આઉટ થઈ ગઈ હતી.

(3:42 pm IST)