Gujarati News

Gujarati News

News of Thursday, 26th September 2019

ICC એ જાહેર કર્યા ટી-20 રેન્કિંગ : ટોપ 5માં ભારતનો એકપણ ખેલાડી નહીં !

વિરાટ કોહલી 11માં ક્રમે અને શિખર ધવન 13માં સ્થાને પહોંચ્યો

મુંબઈ : આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સીલએ  ટી20 રેન્કિંગ જાહેર કર્યું છે. જેમાં ટીમ ઇન્ડિયાના સુકાની વિરાટ કોહલીને એક સ્થાનના ફાયદા સાથે 11માં ક્રમે પહોંચી ગયો છે. સાઉથ આફ્રિકા સામે રમાયેલી બીજી ટી20 મેચમાં કોહલીએ ફટકારેલ 72 રનની ઇનીંગને પગલે તેને એક સ્થાનનો ફાયદો થયો છે. તો શિખર ધવનને પણ 3 સ્થાનના ફાયદા સાથે 13માં ક્રમે પહોંચી ગયો છે. પણ મહત્વનું એ છે કે બેટ્સમેન, બોલર્સ અને ઓલરાઉન્ડર્સ રેન્કિંગમાં ટોપ-5માં એકપણ ભારતીય ખેલાડીને સ્થાન મળ્યું નથી.

   આફ્રિકાનો સ્પિનર તબરેઝ શમ્સી પહેલીવાર રેન્કિંગમાં ટોપ 20માં પહોંચ્યો છે  બીજી તરફ મેન ઓફ ધ સીરિઝ રહેલો દક્ષિણ આફ્રિકાનો સુકાની ક્વિન્ટન ડી કોક 19 સ્થાનના ફાયદા સાથે 30મા ક્રમે પહોંચી ગયો છે. જયારે સ્પિનર તબરેઝ શમ્સીનો પહેલીવાર બોલર્સ રેન્કિંગમાં ટોપ-20 પ્રવેશ થયો છે. રોહિત શર્મા ઇંગ્લેન્ડના એલેક્સ હેલ્સ સાથે સંયુક્તપણે આઠમા ક્રમે છે, બંને ઓપનર્સના 664 પોઇન્ટ છે. બોલર્સમાં ઓફ-સ્પિનર વોશિંગ્ટન સુંદર આઠ સ્થાન ફાયદા સાથે 50મા ક્રમે આવી ગયો છે. ટીમ રેન્કિંગમાં પાકિસ્તાન 283 પોઇન્ટ સાથે પ્રથમ સ્થાને, ઇંગ્લેન્ડ 266 સાથે બીજા, દક્ષિણ આફ્રિકા 262 સાથે ત્રીજા અને ભારત 261 પોઇન્ટ સાથે ચોથા સ્થાને છે.
ટી20માં ટોપ 10 ઓલ રાઉન્ડર્સ
ક્રમ ખેલાડી દેશ પોઇન્ટ
1 ગ્લેન મેક્સવેલ ઓસ્ટ્રેલિયા 390
2 શાકિબ હસન બાંગ્લાદેશ 355
3 મોહમ્મદ નબી અફઘાનિસ્તાન 339
4 રિચી બેરિંગટન સ્કોટલેન્ડ 253
5 મોહમ્મદુલ્લાહ બાંગ્લાદેશ 234
ટી20માં ટોપ 5 બેટ્સમેન
1 બાબર આઝમ પાકિસ્કાન 896
2 ગ્લેન મેક્સવેલ ઓસ્ટ્રેલિયા 815
3 કોલિન મુનરો ન્યુઝીલેન્ડ 796
4 એરોન ફિન્ચ ઓસ્ટ્રેલિયા 782
5 હઝરતુલ્લાહ ઝઝાઇ અફઘાનિસ્તાન 727
ટી20માં ટોપ 5 બોલર્સ
1 રાશિદ ખાન અફઘાનિસ્તાન 757
2 ઇમાદ વસીમ પાકિસ્તાન 710
3 શાદાબ ખાન પાકિસ્તાન 706
4 આદિલ રશીદ ઇંગ્લેન્ડ 702
5 મિચેલ સેન્ટનર ન્યુઝીલેન્ડ 673

(12:11 am IST)