Gujarati News

Gujarati News

News of Saturday, 26th June 2021

૪.૮ ફુટ લાંબી અમેરીકી દિગ્ગજ આર્ટીસ્ટીક જીમ્નાસ્ટ સીમોના બાઇલ્સની ચંદ્રકની ભૂખ હજુ સંતોષાઇ નથી

નવી દિલ્હીઃ ઓલ્મ્પીક ખેલોમાં ૪ સુવર્ણ પદક અને ૧૯ વખત વિશ્વ ચેમ્પીયનશીપ ખિતાબ, ૭ વખત રાષ્ટ્રીય ચેમ્પીયનશીપ ખિતાબ જીતી ચુકેલી અમેરીકાની સ્ટાર ખેલાડી આર્ટીસ્ટીક જીમ્નાસ્ટ સીમોના બાઇલ્સની ચંદ્રક જીતવાની ભુખ હજુ ઓછી થઇ નથી. ૪.૮ ફુટ લંબાઇની ર૪ વર્ષીય સીમોનાની નજર હવે ટોકીયો ઓલમ્પીકમાં દબદબો બનાવવાની છે.

સીમોનાએ કહયું કે, હું એક ઓલમ્પીક ખેલોમાં ચેમ્પીયન વંડર એથલીટ બનીને રહેવા નથી માંગતી. હું આ ખેલોને દિલથી પ્રેમ કરૂ છું અને ચંદ્રક જીતવા માંગું છું. હું જાણુ છું કે માત્ર મારા પરિવારને જ નહિ પરંતુ પ્રસંશકો પણ મારા માટે શું ઉમ્મીદ લગાવીને બેઠા છે. કોરોના વાયરસની મહામારીને કારણે ઓલમ્પીક ખેલો ભલે મોડા શરૂ થઇ રહયા છ. પરંતુ સીમોનાએ પોતાની તૈયારીમાં કોઇ કસર છોડી નથી. તે પોતાની તાલીમ અને ડાયેટ ઉપર સતત ધ્યાન દઇ રહી છે. તેનંુ ડાયેટ શેડયુલ જોઇએ તો  સવારે તાલીમ ઉપર જવા પહેલા તાજા ફળ અને ઇંડાનો સફેદ હિસ્સો ખાય છે. લંચમાં ચીકન, ફીશ અને તાજા શાકભાજીથી પ્રોટીન મેળવે છે. સાંજે હલ્કો નાસ્તો જેમાં પ્લેન્ટીન ચીપ્સ હોય છે. ડીનરમાં શાકભાજી, સલાડ, ઉકાળેલુ ચીકન અને સુપ હોય છે. સપ્તાહમાં પાંચ દિવસના ટ્રેનીંગ શેડયુલમાં સવારે પોણા ૮ સુધીમાં રોજ ઉઠી જાય છે.  ૯ વાગ્યાથી ૧ર વાગ્યા સુધી ટ્રેનીંગ લે છે અને બપોરે ૩ થી ૬ નું પણ તાલીમ શેસન હોય છે. સાંજે તાલીમ પછી માનસીક સ્વાસ્થ્ય માટે એક કલાકની થેરેપી લે છે.

(2:50 pm IST)