Gujarati News

Gujarati News

News of Saturday, 26th June 2021

પર્વતારોહીઓ માટે પણ ઓલમ્પીકમાં પદક જીતવાનો મોકો

નવી દિલ્હીઃ હવે પર્વતારોહીઓનો પણ ઓલમ્પીક  રમોત્સવમાં સમાવેશ થયો છે.  જો કે થોડાક અલગ નિયમો અને અંદાજ સાથે. ટોકીયો ઓલમ્પીકમાં પાંચ નવી રમતો સામેલ થઇ છે. જેમાં કલાઇમ્બીંગ પણ છે. જો કે તે પર્વતારોહણ સાથે સીધુ સંબંધીત નથી. જો કે શબ્દ તેમાંથી જ આવ્યો છે. ઓલમ્પીકમા લીડ કલાઇમ્બીંગ, સ્પીડ કલાઇમ્બીંગ અને બોલ્ડેરીંગ હોય છે. ૩ ઇવેન્ટમાં સૌથી વધુ ગુણ મેળવવાવાળા મહિલા અને પુરૂષ એથલીટને સુવર્ણ પદક મળે છે.

લીડ કલાઇમ્બીંગ

એક ઉંચી દિવાલ ઉપર દોરડાની સાથે નાના-નાના પથ્થરો ઉપર થઇને ચડવું પડે છે. દોરડાની સાથે લીડર સૌથી આગળ હોય છે.

સ્પીડ કલાઇમ્બીંગ

સીધી દિવાલ ઉપર નાના નાના રોકસના સહારે ઝડપથી ચડવું પડે છે. આ સ્પર્ધામાં ઝડપનું મહત્વ હોય છે. આ સ્પર્ધા સંપુર્ણ રૂપે કૃત્રીમ હોય છે.

બોલ્ડેરીંગ

આઉડ ડોરમાં નાના પહાડ અથવા ઇન્ડોરમાં કૃત્રીમ રીતે તૈયાર કરાયેલા પહાડ પરની આ રમત છે. સ્પર્ધામાં કોઇ પણ સાધનનો ઉપયોગ નથી થઇ શકતો. જો કે કેટલાક એથલીટ ચડવા માટે સરળ રહેતા  બુટનો ઉપયોગ કરે છે.

વિવાદ

ર૦૧પમાં સ્પોર્ટ કલાઇમ્બીંગને ટોકીયો ઓલમ્પીકમાં સામેલ કરવામાં આવ્યું હતું. પરંતુ ૩ સ્પર્ધકોને એક સાથે વિજેતા જાહેર કરવાના નિર્ણયથી વિવાદ થયો હતો. પ્રસિધ્ધ કલાઇમ્બર લીન હિન્સએ કહયું કે દરેક સ્પર્ધામાં જીતવાવાળા એથલીટને પદક મળવો જોઇએ.

(2:49 pm IST)