Gujarati News

Gujarati News

News of Tuesday, 26th June 2018

ICC વનડે રેન્કિંગમાં કોહલી ટોચના સ્થાને યથાવત;શિખર ધવન ટોપ-10માં સામેલ

વન ડે બોલરોમાં ભારતીય બોલર જસપ્રિત બુમરાહ ટોચના સ્થાને

આઇસીસીની વનડે બેટ્સમેનની રેન્કિંગમાં વિરાટ કોહલી પોતાના 909 રેટિંગ પોઇન્ટ્સ સાથે ટોચનું સ્થાન જાળવી રાખ્યુ છે. જ્યારે શિખર ધવને 11માં ક્રમેથી 10માં ક્રમે આવી ગયો છે કે, એટલે કે શિખર ટોપ 10માં સામેલ થઈ ગયો છે. તેની સાથે રોહિત શર્મા પણ પોતાના 4 સ્થાને યથાવત છે. જ્યારે વન ડે બોલરોમાં ભારતીય બોલર જસપ્રિત બુમરાહ ટોચના સ્થાને યથાવત છે.

(8:40 pm IST)