Gujarati News

Gujarati News

News of Saturday, 26th May 2018

હૈદરાબાદની આગેકુચ જારી

ક્વાલિફાયર-૨માં કોલકત્તાને હાર આપી દીધી

        મુંબઇ, તા. ૨૬ : મુંબઇના વાનખેડે સ્ટેડિયમ ખાતે આવતીકાલે ઇન્ડિયન પ્રિમિયર લીગ-૧૧ની હાઇ પ્રોફાઇલ અને હાઇવોલ્ટેજ ફાઇનલ મેચ રમાનાર છે. આ મેચને લઇને મુંબઇ અને દેશભરમાં ભારે ઉત્સુકતા દેખાઇ રહી છે. પ્રથમ ક્વાલિફાયર મેચમાં ચેન્નાઇ સુપર કિંગ્સની સામે હારી ગયા બાદ હવે ફાઇનલમાં બદલો લેવા માટે સનરાઇઝ હૈદરાબાદની ટીમ સજ્જ દેખાઇ રહી છે. હૈદરાબાદની ફાઇનલ સુધીની સફર નીચે મુજબ છે.

*    નવમી એપ્રિલના દિવસે રમાયેલી ચોથી મેચમાં હૈદરાબાદ ખાતે સનરાઇઝે રાજસ્થાન રોયલ્સ પર નવ વિકેટે જીત મેળવી લીધી હતી

*    ૧૨મી એપ્રિલના દિવસે સાતમી મેચમાં હૈદરાબાદ ખાતે મુંબઇ પર સનરાઇઝે એક વિકેટે જીત મેળવી લીધી હતી

*    ૧૪મી એપ્રિલના દિવસે કોલકત્તામાં રમાયેલી દસમી મેચમાં કોલકત્તા પર સનરાઇઝે પાંચ વિકેટે જીત મેળવી લીધી હતી

*    ૧૯મી એપ્રિલના દિવસે  ૧૬મી મેચમાં પુણેમાં કિંગ્સ ઇલેવન પંજાબની સનરાઇઝ હૈદરાબાદ પર ૧૫ રને જીત મેળવી લીધી હતી

*    ૨૨મી એપ્રિલના દિવસે હૈદરાબાદમાં સનરાઇઝ પર ચેન્નાઇ સુપરની ચાર રને જીત થઇ

*૨૪મી એપ્રિલના દિવસે મુંબઇમાં આઇપીએલની ૨૩મી મેચમાં સનરાઇઝે મુંબઇ પર ૩૧ રને રોમાંચક જીત મેળવી હતી

*    ૨૬મી એપ્રિલના દિવસે હૈદરાબાદમાં રમાયેલી આઇપીએલની ૨૫મી મેચમાં સનરાઇઝે કિંગ્સ ઇલેવન પર ૧૩ રને જીત મેળવી લીધી હતી

*    ૨૯મી એપ્રિલના દિવસે જયપુરમાં રમાયેલી ૨૮મી મેચમાં સનરાઇઝે રાજસ્થાન પર ૧૧ રને જીત મેળવી લીધી

*    પાંચમી મેના દિવસે આઇપીએલની ૩૬મી મેચમાં દિલ્હી પર સનરાઈઝની સાત વિકેટે જીત

*    સાતમી મેના દિવસે રમાયેલી આઇપીએલની ૩૯મી મેચમાં સનરાઇજ હૈદરાબાદેે રોયલ્સ ચેલેન્જર્સ પર પાંચ રને રોમાંચક જીત મેળવી હતી

*૧૦મી મેના દિવસે આઇપીએલની ૪૨મી મેચમાં સનરાઇઝની દિલ્હી પર નવ વિકેટે જીત

*    ૧૩મી મેના દિવસે આઇપીએલની ૪૬મી મેચમાં ચેન્નાઇ સુપરે હૈદરાબાદ પર આઠ વિકેટે જીત મેળવી લીધી હતી

*૧૭મી મેના દિવસે રમાયેલી આઇપીએલની ૫૧મી મેચમાં બેંગલોરે સનરાઇઝ પર ૧૪ રને જીત મેળવી હતી

*    ૧૯મી મેના દિવસે રમાયેલી આઇપીએલની ૫૪મી મેચમાં કોલકાતાની સનરાઈઝ હૈદરાબાદની સામે પાંચ વિકેટે જીત થઇ

*    ૨૨મી મેના દિવસે મુંબઇમાં રમાયેલી આઇપીએલ-૧૧ની પ્રથમ ક્વાલિફાયરમાં ચેન્નાઇએ હૈદરાબાદ પર બે વિકેટે જીત મેળવી ફાઇનલમાં કુચ કરી

*    ૨૫મી મેના દિવસે કોલકત્તામાં રમાયેલી ક્વાલિફાયર-૨માં સનરાઇઝે કોલકત્તા પર ૧૪ રને જીત મેળવી લીધી

(12:43 pm IST)
  • નોટબંધીનું પુરજોર સમર્થન કરનારા બિહારનાં મુખ્યમંત્રી નીતીશ કુમારે યૂ ટર્ન લેતા તેનાં પર સવાલો ઉભા કર્યા છે. એક નિવેદનમાં તેમણે કહ્યું કે, નોટબંધીનો લાભ જેટલો મળવો જોઇએ તેટલો નથી મળ્યો. લાભ કેમ નથી મળ્યો તેનું કારણ તેમણે જણાવ્યુ હતું. નોટબંધીની નિષ્ફળતા માટે તેમણે બેંકોને જવાબદાર ઠેરવી હતી. તેમણે કહ્યું કે દેશની પ્રગતીમાં બેંકોની ઘણી મોટી ભુમિકા છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, બેંકોને જમા અને પૈસા ઉપાડવા તથા લોન આપવાનું જ કામ નથી કરવાનું, પરંતુ દરેકે દરેક સરકારી યોજનામાં પણ બેંકોની ઘણી મોટી ભુમિકા હોય છે. access_time 1:22 am IST

  • ઓરિસ્સાના રાજ્યપાલ બન્યા હરિયાણાના પૂર્વ મંત્રી પ્રો,ગણેશીલાલ :વર્ષ 2007થી 2010 સુધી પાર્ટીએ તેઓને ઝારખંડના સહપ્રભારી બનાવ્યા હતા access_time 1:18 am IST

  • કેન્દ્રમાં એનડીએ સરકારનાં ચાર વર્ષ પુર્ણ થવા પ્રસંગે કોંગ્રેસ સહિત મોટા ભાગનાં વિપક્ષી દળો મોદી સરકાર પર હૂમલા કરી રહી છે. બીજી તરફ કર્ણાટકનાં હાલમાં જ મુખ્યમંત્રી બનેલા એચ.ડી કુમાર સ્વામીએ કેન્દ્રની એનડીએ સરકારને શુભકામના પાઠવી છે. જેડીએસ નેતાએ જો કે મોદી સરકારને લોકોની અપેક્ષાઓ પર ખરા ઉતરવા અંગેનાં સવાલ પર કોઇ સ્પષ્ટ જવાબ આપવાનું ટાળ્યું હતું. કુમાર સ્વામીએ કહ્યું કે આ અંગે લોકોએ નક્કી કરવાનું છે. access_time 1:23 am IST