Gujarati News

Gujarati News

News of Tuesday, 26th April 2022

ડાયરેકટ છઠઠા ગિયરમાં નહિ પણ ધીમે- ધીમે આગળ વધોઃ સ્‍ટેન

હૈદરાબાદના ફાસ્‍ટ બોલર કાર્તિક ત્‍યાગીને કોચ સ્‍ટેનની સલાહઃ વિડીયો વાયરલ

નવી દિલ્‍હીઃ સનરાઈઝર્સ હૈદરાબાદના સોશિયલ મીડિયા એકાઉન્‍ટ દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં સ્‍ટેન ૨૧ વર્ષના ફાસ્‍ટ બોલર કાર્તિક ત્‍યાગીને સલાહ આપતાં જોવા મળે છે કે, ‘બસ ધીરે ધીરે તમે ફેરારી (કાર) છો, તમે પ્રથમ ગિયરમાં ઉતારો છો, છઠ્ઠા ગિયરમાં નહીં. ધીમે ધીમે પરંતુ ચોકકસ, હું ઈચ્‍છું છું કે તમે છઠ્ઠા ગિયરમાં  પ્રવેશ કરો. કાર્તિક ૧૪૦ થી ૧૪૫ કિ.મી.ની ઝડપે બોલીંગ કરે છે.'

કાર્તિક ત્‍યાગીએ કહ્યું, ‘સૌથી પહેલા હું આખી ટીમ સાથે કોચ ડેલને પણ મળ્‍યો, હું તેમની સાથે કામ કરવા માટે ઉત્‍સાહિત હતો. પ્રથમ સત્ર થોડું થકવી નાખનારૂં હતું, ટીમમાં હોવાથી સારૂં લાગ્‍યું. હું મારી દિનચર્યા પર પાછા જવાનો પ્રયાસ કરી રહ્યો છું. મેં વધુ ઓવર નાખવાનો પ્રયાસ કર્યો, ફિલ્‍ડિંગ કરવાનો પ્રયાસ કર્યો, હું યોર્કરની પ્રેકિટસ કરી રહ્યો છું અને નવા બોલથી બોલિંગ કરૂં છું.' 

(2:15 pm IST)