Gujarati News

Gujarati News

News of Tuesday, 26th April 2022

૧૬ વર્ષના ચેસ માસ્‍ટર પ્રજ્ઞાનાનંદને ફરી કાર્લસનને હરાવવાની તક

નવી દિલ્‍હીઃ ભારતના ૧૬ વર્ષના ચેસસ્‍ટાર પ્રજ્ઞાનાનંદે બે મહિના પહેલાં ચેસ જગતના વર્લ્‍ડ ચેમ્‍પિયન અને નંબર વન મેગ્નસ કાર્લસનને ઓનલાઈન ચેસ સ્‍પર્ધામાં હરાવીને સનસનાટી મચાવી હતી એ પછી હવે પ્રજ્ઞાનાનંદને ફરી તેને હરાવવાનો મોકો મળ્‍યો છે.

૨૦૨૨ મેલ્‍ટવોટર ચેમ્‍પિયન્‍સ ચેસ ટૂર સીઝનના ભાગરૂપે કાર્લસનના જ દેશ નોર્વેના પાટનગર ઓસ્‍લોમાં ઓસ્‍લો એસ્‍પોર્ટ્‍સ કપ યોજાયો છે. જેમાં પ્રજ્ઞાનાનંદને ચોથા રાઉન્‍ડમાં કાર્લનને હરાવવાની તક મળશે. હાલમાં પ્રજ્ઞા શરૂઆતની ત્રણેય ગેમ જીતીને પોઈન્‍ટ્‍સમાં અગ્રેસર છે.

(2:13 pm IST)