Gujarati News

Gujarati News

News of Friday, 26th April 2019

ધોની સર્વશ્રેષ્ઠ વિકેટકીપર:શિખર ધવન

નવી દિલ્હી: વર્લ્ડ કપ માટે ભારતીય ટીમમાં ઓપનર અને આઈપીએલમાં  દિલ્હીના કેપિટલ  ઓપનર શિખર ધવનએ સ્પષ્ટ કર્યું છે કે મહેન્દ્રસિંહ ધોની શ્રેષ્ઠ વિકેટકીપર છે અને રીષભ પંત પાસે લાંબો સમય છે. ધોની અને પંતના શ્રેષ્ઠ વિકેટકીપર વિશે પૂછવામાં આવતા શિખરે તરત જ કહ્યું, "ધોની શ્રેષ્ઠ છે. ધોની પાસે ઘણો મોટો અનુભવ છે અને હાલમાં તે શ્રેષ્ઠ વિકેટકીપર છે. પંત હવે યુવાન છે અને ધોની સાથે રહીને તે ભવિષ્યમાં સારો વિકેટકીપર બનશે. "

(6:02 pm IST)
  • ચોકીદારને પ્રસ્તાવક બનાવીને મોદીએ ભર્યું ઉમેદવારીપત્રક : લોકસભા ચૂંટણી ૨૦૧૯ના મહાસંગ્રામમાં વારાણસી સીટ પર દેશભરની નજર અટકેલી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વારાણસી લોકસભા સીટ પર નોમિનેશનના પાંચમાં દિવસે કલેકટર ઓફિસમાં ફોર્મ ભર્યું. કલેકટર રૂમમાં દાખલ થવાની સાથે જ તેઓએ દરેક પ્રસ્તાવકો સાથે મુલાકાત કરી આ દરમિયાન તેઓએ કાશીના કોતવાલ (કાળ ભૈરવ)ના પણ દર્શન કર્યા ત્યાં રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન એનડીએના દિગ્ગજ નેતાઓનો જાણે મેળો ભરાયો હોય તેવું દ્રશ્ય હતું. access_time 3:04 pm IST

  • પવનની પેટર્ન બદલાતા જોરદાર ગરમીનો રાઉન્ડ : બંગાળની ખાડીમાં લોપ્રેસર બનતા પવનની પેટર્ન બદલાઈ છે : આ સિસ્ટમ્સ ૪ મેના ઓડીશાના દરિયા કિનારે આવશે : જો કે આ સિસ્ટમ્સની સૌરાષ્ટ્ર - ગુજરાતમાં કોઈ અસર થશે નહિં પરંતુ પવનની પેટર્ન બદલાતા દિવસેને દિવસે ગરમીમાં વધારો થતો જશેઃ ગરમીનો પારો ૪૧થી ૪૫ ડિગ્રી આસપાસ જ જોવા મળશે access_time 4:07 pm IST

  • ગ્વાલિયર : ભોપાલથી નિઝામુદ્દીન જઈ રહેલ માલગાડી અને શાન એ ભોપાલ એકસપ્રેસ ટ્રેન વચ્ચે ટક્કર, ડ્રાઈવરની સતર્કતાથી દુર્ઘટના ટળી access_time 3:04 pm IST