Gujarati News

Gujarati News

News of Tuesday, 26th March 2024

રોહિતે હાર્દિકને મેદાનમાં જ ખખડાવી નાખ્‍યો?

ક્રિકેટ પ્રેમીઓ પણ હાર્દિક પંડયાથી નારાજ !

નવી દિલ્‍હી,તા. ૨૬: ચાહકો હાર્દિક પંડ્‍યાથી નારાજ છે અને અમદાવાદમાં તેની હૂટિંગ પણ કરવામાં આવી હતી. મેચ દરમિયાન હાર્દિકે કેટલાક વિચિત્ર નિર્ણયો પણ લીધા હતા. તેણે ૩૦ યાર્ડ સર્કલથી રોહિત શર્માને ફિલ્‍ડિંગ માટે બાઉન્‍ડ્રી પર મોકલ્‍યો હતો. જો કે મેચ પૂરી થયા બાદ હાર્દિક રોહિતને ગળે લગાવવા ગયો હતો, જે તેને ખૂબ મોંઘુ પડ્‍યું હતું. રોહિતે પંડ્‍યાને મેદાન પર જ ઠપકો આપ્‍યો હતો. ગુજરાત ટાઇટન્‍સ અને મુંબઈ ઈન્‍ડિયન્‍સ વચ્‍ચેની મેચ બાદનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં હાર્દિક પાછળથી આવે છે અને રોહિત શર્માને ગળે લગાવે છે. રોહિત પાછળ જુવે છે અને જયારે તેને ખબર પડે છે કે તેની પાછળ હાર્દિક છે, રોહિત તેને મેદાન વચ્‍ચે જ ઠપકો આપે છે. જો કે રોહિત જે રીતે તેને ઠપકો આપે છે, તેનાથી લાગે છે કે તે મેચમાં હાર્દિક દ્વારા કરવામાં આવેલી ભૂલો પર હાર્દિકને સમજાવી રહ્યો છે. જો કે જયારે રોહિત તેના પર ગુસ્‍સે થવા લાગે છે, ત્‍યારે પાછળ ઉભેલો રાશિદ ખાન પણ જોવા લાગે છે.

(4:08 pm IST)