Gujarati News

Gujarati News

News of Friday, 26th March 2021

ભારતીય ક્રિકેટર રવિન્‍દ્ર જાડેજાએ લુક બદલ્‍યોઃ મોબાઇલ એસેસરીઝની કંપનીની જાહેરાતમાં નવો લુક જોવા મળ્‍યો

નવી દિલ્હી: ટીમ ઇન્ડીયાના ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા એકવાર ફરી મેદાનમાં ધમાલ મચાવવા માટે બેકરાર છે. તે જલદી જ ઇજામાંથી સાજા થઇને વાપસી કરવા માંગે છે. ક્રિકેટ ફેન્સ તેમનો જલવો જોવાની રાહ જોઇ રહ્યા છે. 'સર જાડેજા' પણ તેના માટે પુરો પ્રયત્ન કરી રહ્યા છે.

જાડેજાએ બદલ્યો લુક

 મેદાનમાં વાપસી પહેલાં રવિન્દ્ર જાડેજાએ પોતાની સ્ટાઇલ બદલી લીધી છે. મોબાઇલ એસેસરીઝ કંપની એંબરેનએ તેમને પોતાના બ્રાંડ એમ્બેસડર બનાવ્યા છે. તેની પ્રોડક્ટ માટે જાહેરાતમાં તેમનો નવો લુક સામે આવ્યો છે જેને તેમના ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે.  

આઇપીએલમાં જોવા મળશે જલસો

ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા ગત વર્ષની માફક આ વર્ષે પણ એમએસ ધોનીની ટીમ ચેન્નઇ સુપરકિંગ્સમાં જોવા મળશે. આ વર્ષે સીએસકે પોતાનો પ્રથમ મુકાબલો 10 એપ્રિલના રોજ દિલ્હી કેપિટલ્સ વિરૂદ્ધ મુંબઇમાં રમશે.

પહેલી મેચમાં જાડેજાના રમવા પર સસ્પેંસ

10 એપ્રિલના રોજ સીએસકેના પહેલાં મુકાબલાથી રવિંદ્ર જાડેજા બહાર રહી શકે છે કારણ કે તે અત્યાર સુધી મુંબઇમાં ટીમ સાથે જોડાયા નથી. બેંગલુરૂની નેશનલ ક્રિકેટ એકેડમી એ અત્યાર સુધી તેમને રિલીઝ કરી નથી.

ઓસ્ટ્રેલિયામાં પહોંચી હતી ઇજા

રવીંદ્ર જાડેજાને ઓસ્ટ્રેલિયા ટૂર દરમિયાન અંગૂઠામાં ઇજા પહોંચી હતી. ત્યારબાદથી તે એક પણ ઇન્ટરનેશનલ અથવા ઘરેલૂ મેચ રમી શક્યા નથી. તે બેંગલુરૂની નેશનલ ક્રિકેટ એકેડમીમાં રિહૈબ પર જતા રહ્યા હતા.

(5:14 pm IST)