Gujarati News

Gujarati News

News of Monday, 26th March 2018

ત્રિકોણીય મહિલા ટી-20ની ફાઇનલ રેસમાંથી ભારતીય ટીમ બહાર ઓસ્ટ્રેલિયા સામે 26 રને પરાજય :સિરીઝમાં સતત ત્રીજીવાર હાર

હવે અંતિમ લીગ મેચમાં ઈંગ્લેંડ સામે પ્રતિષ્ઠા બચાવવા માટે મેદાને ઊતરશે.

મુંબઈ :ત્રિકોણીય મહિલા ટી-20માં ભારતીય મહિલા ટીમ ફાઇનલની રેસમાંથી બહાર થઇ છે ઓસ્ટ્રેલિયાએ ત્રિકોણીય મહિલા ટી-20 સિરીઝમાં મેગન સ્કટની હેટ્રિકની મદદથી ભારતીય ટીમને 36 રને પરાજય આપતા ફાઇનલની રેસમાંથી બહાર થઇ છે હરમનપ્રીત કૌરના નેતૃત્વવાળી ભારતીય ટીમની સિરીઝમાં સતત ત્રીજી હાર થઈ હતી.હવે ભારતીય ટીમ પોતાની અંતિમ લીગ મેચમાં ઇંગ્લેન્ડ સામે પ્રતિષ્ઠા બચાવવા માટે મેદાને ઊતરશે

 

   ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતાં બેથ મૂનીના 71 રન અને એલિસ વિલાનીના 61 રનની મદદથી નિર્ધારિત 20 ઓવરના અંતે પાંચ વિકેટ ગુમાવી 186 રન બનાવ્યા હતા જેની સામે ભારતીય ટીમ પાંચ વિકેટ ગુમાવી 150 રન બનાવી શકી હતી.

 

   બ્રેબોન સ્ટેડિયમમાં સ્કટે તરખાટ મચાવતાં ફોર્મમાં રહેલી સ્મૃતિ મંધાના, અનુભવી ખેલાડી મિતાલી રાજ અને દીપ્તિ શર્માને આઉટ કરી ભારતના ટોપ ઓર્ડરને વેરવિખેર કરી નાખ્યું હતું. મંધાના ત્રણ રને આઉટ થઈ હતી જ્યારે મિતાલી રાજ ખાતું ખોલાવી શકી નહોતી.

  દીપ્તિ શર્માએ બે રન બનાવ્યા હતા. સ્કટે બીજી ઓવરના પાંચમા બોલે મંધાનાને અને છઠ્ઠા બોલે મિતાલી રાજને આઉટ કરી હતી જ્યારે પાંચમી ઓવરના પ્રથમ બોલે દીપ્તિને આઉટ કરી પોતાની હેટ્રિક પૂર્ણ કરી હતી. સ્કટ ફોર્મેટમાં હેટ્રિક ઝડપનાર ઓસ્ટ્રેલિયાની પ્રથણ ખેલાડી બની ગઈ છે.

  ભારતનો સ્કોર એક સમયે ત્રણ વિકેટે 26 રન હતો ત્યારે હરમનપ્રીત કૌર અને યુવા ખેલાડી જેમિમા રોડ્રિગ્ઝે ચોથી વિકેટ માટે 54 રન જોડયા હતા. અનુજા પાટિલે 26 બોલમાં અણનમ 38 રન અને પૂજા વસ્ત્રાકરે અણનમ 19 રન બનાવ્યા હતા પરંતુ ભારતના પરાજયને રોકી શક્યા નહોતા.

  અગાઉ પ્રથમ બેટિંગમાં ઊતરેલી ઓસ્ટ્રેલિયન ટીમે 29 રનમાં બે વિકેટ ગુમાવી દીધી હતી. સમયે વિલાની અને મૂનીએ 114 રનની ભાગીદારી નોંધાવી ટીમને વાપસી કરાવી હતી.

(11:09 pm IST)