Gujarati News

Gujarati News

News of Monday, 26th March 2018

બોલ ટેમ્પરિંગ વિવાદમાં ફસાયેલા ઓસ્‍ટ્રેલિયન ક્રિકેટર સ્‍ટીવ સ્મિથને રાજસ્‍થાન રોયલ્સે કેપ્ટનપદેથી હાંકી કાઢ્યોઃ ટીમનું સુકાન અજિંકય રહાણેના હાથમાં

નવી દિલ્હીઃ ક્રિકેટ મેચમાં બોલ ટેમ્પરિંગ વિવાદમાં ફસાયેલા ઓસ્‍ટ્રેલિયન ક્રિકેટર સ્ટીવ સ્મિથને રાજસ્‍થાન રોયલ્સે કેપ્ટનપદેથી હાંકી કાઢીને અંજિક્ય રહાણેને સુકાન સોંપ્યુ છે.

આફ્રિકા વિરુદ્ધ મેચમાં સામે આવેલા આ મામલા બાદ ઓસ્ટ્રલિયા ક્રિકેટની ખુબ ટિક્કા થઈ છે. ખુદ ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાને આ મામલે દોષિતોને સજા આપવાની વાત કરી છે.

આ વિવાદને કારણે ઓસ્ટ્રેલિયા ટીમના કેપ્ટન સ્ટીવ સ્મિથ અને વાઇસ કેપ્ટન ડેવિડ વોર્નરે તેનું પદ છોડ્વું પડ્યું. આ બંન્ને ખેલાડીઓ માટે ત્રીજી ટેસ્ટ પુરતો જ નિર્ણય લેવામાં આવ્યો. જ્યારે આ મામલે તપાસ રિપોર્ટ આવશે ત્યારે તેના પર નિર્ણય કરવામાં આવશે. 

આ પહેલા આઈપીએલના ચેરમેન રાજીવ શુક્લાએ કહ્યું કે આ એક ગંભીર ઘટના છે. અમે આ ઘટનામાં આઈસીસી અને ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના નિર્ણયની રાહ જોઈ રહ્યાં છીએ. તેમણે કહ્યું કે, આઈપીએલની મેચ 7 એપ્રિલથી શરૂ થશે. અમે આ મામલે જલ્દી નિર્ણય લેશું. આઈસીસીએ આ મામલા પર રવિવારે નિર્ણય સંભળાવતા સ્મિથ પર એક મેચનો પ્રતિબંધ લગાવ્યો અને તેની પૂરી મેચ ફી કાપી લેવામાં આવી હતી. 

આ પહેલા રાજસ્થાન રોયલ્સના એક્ઝિક્યુટિવ ચેરમેન રંજીત ભર્થાકુરે કહ્યું, અમને આ પુરા ઘટનાક્રમની જાણકારી છે. આ વિશે કોઇપણ જાહેરાત કરતા પહેલા અમને બીસીસીઆઈના આદેશની પ્રતિક્ષા છે. અમે કોઇપણની વિરુદ્ધ કોઇપણ નિર્ણય લેવા માટે અટકશું નહીં. અમારી ઝીરો ટોલરેન્સ પોલિસી દરેક ખેલાડી પર લાગુ પડે છે. 

(8:21 pm IST)