Gujarati News

Gujarati News

News of Friday, 26th February 2021

ખરાબ પિચથી સ્ટેડિયમને ૧૨ માસ સસ્પેન્ડ કરી શકાય

અમદાવાદમાં રમાયેલી ટેસ્ટ બે દિવસમાં પુરી થઈ ગઈ : ICC ખરાબ ગણાતી પિચને ડિમેરિટ પોઈન્ટ આપે છે

નવી દિલ્હી, તા. ૨૬ : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ અમદાવાદમાં રમાઇ હતી. ત્રીજી મેચમાં હાર બાદ અમદાવાદની પિચ અંગે સવાલ ઉઠાવવામાં આવી રહ્યાં છે. ચેન્નઇમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડની હાર બાદ પણ પિચ પર સવાલ ઉઠાવવામાં આવ્યા હતા. પિચ સામે સવાલ ઉઠાવનારાઓને સુનિલ ગાવસ્કરે જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે, આ પિચ પર રોહિત શર્મા અને જેક ક્રાઉલીએ અડધી સદી ફટકારી. ઇંગ્લેન્ડ રન કરવાની જગ્યાએ વિકેટ બચાવવાનું વિચારી રહ્યું હતું.

 

પિચ અંગે વિવાદ સામે આવી રહ્યો છે, ત્યારે આપણે જાણીએ ખરાબ પિચ કોને કહેવા અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલના નિયમ શું કહે છે. આઇસીસીના નિયમ અનુસાર , ખરાબ પિચ તેને કહેવાય જ્યાં બેટ અને બોલ વચ્ચે બરાબરીનો મુકાબલો થતો નથી. તે પિચ પર બેસ્ટમેનને વધુ મદદ મળે અને બોલર્સને કોઇ મદદ ન મળે. પછી તે ફાસ્ટ બોલર હોય કે સ્પિનર. સાથે જ તે પિચ જેની પર બોલર્સને ભરપૂર મદદ મળે, જ્યારે બેસ્ટમેનને કોઇ મદદ ન મળે.

એક પિચને ખરાબની રેટિંગ ત્યારે મળે છે, જ્યારે તેની પર સ્પિન બોલર્સને વધુ પડતી મદદ મળતી હોય. ખાસ કરીને મેચના શરૂઆતના દિવસોમાં. જો કે, એશિયાની પિચોને આમાં થોડી રાહત આપવામાં આવી છે. ભારત, શ્રીલંકા, પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં પ્રથમ દિવસથી જ સ્પિનર્સને મદદ મળવી નક્કી મનાય છે, જે સ્વીકાર્ય પણ છે. આઇસીસીના નિયમ પ્રમાણે, અસામાન્ય ઉછાળ સ્વીકાર્ય નથી. તે નક્કી છે કે જેમ-જેમ રમત આગળ વધશે પિચથી સ્પિનર્સને વધુ મદદ મળશે અને અસમાન ઉછાળ પણ હોઇ શકે છે.

જો પિચને ખરાબ ગણવામાં આવે તો તેને ત્રણ ડિમેરિટ પોઇન્ટ આપવામાં આવે છે. જે પિચને ખરાબ અથવા અનફિટ નક્કી કરાય છે તેને ત્રણ અને પાંચ ડિમેરિટ પોઇન્ટ મળે છે. આઇસીસી અનુસાર, ડિમેરિટ પોઇન્ટ પાંચ વર્ષ સુધી લાગુ રહે છે અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટના આયોજન માટે ૧૨ મહિના સુધી સસ્પેન્ડ કરવામાં આવે છે.

(7:46 pm IST)
  • રસીકરણ : બિમારીવાળા દર્દીઓને પણ રસી અપાશેઃ જયંતિ રવિ : સિનિયર સિટીઝન અને સામાન્ય નાગરિકો માટે ૧લી માર્ચથી : ગુજરાતમાં સિનિયર સિટીઝન અને સામાન્ય નાગરિકોને રસીકરણ ૧લી માર્ચથી શરૂ કરાશે, પ્રથમ ૬૦ વર્ષથી ઉપરથી વ્યકિતઓને રસી અપાશે, એટલું જ નહીં ૪૫ વર્ષથી વધુ વયની વ્યકિતઓ કે જેમને કેન્સર, હાઈપરટેન્શન, કિડની, ડાયાબિટીસ જેવા ગંભીર રોગ હશે તેમને પણ રસી અપાશેઃ એક મોબાઈલ નંબર પરથી ચાર વ્યકિત રજીસ્ટ્રેશન કરાવી શકશે, જેમાં ડોકયુમેન્ટ્સ જોડવાના રહેશે, ઓનસાઈટ રજીસ્ટ્રેશન પર શરૂ કરાશે access_time 3:54 pm IST

  • દત્તક લીધેલા યુંઅવાકના લગ્નમાં ગાઝીપુર જશે રક્ષામંત્રી રાજનાથસિંહ : આશ્રમ પદ્ધતિ વિદ્યાલય વારાણસીમાં વિજેન્દ્રે ટોપ કર્યું હતું : રાજનાથસિંહ જયારે મુખ્યમંત્રી હતા ત્યારે વારાણસી સ્થિત આશ્રમ પદ્ધતિ વિદ્યાલયના તત્કાલીન પ્રધાનાચાર્યને ફોન કરીને બે ગરીબ અને તેજસ્વી બાળકોને દત્તક લેવા ઈચ્છા દર્શાવી હતી :વિજેન્દરને દત્તક લઈને રાજનાથસિંહે અભ્યાસની જવાબદારી નિભાવી હતી access_time 1:23 am IST

  • દેશમાં કોરોનાના સતત વધતા કેસ :એક્ટિવ કેસની સંખ્યામાં પણ વધારો : રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 16,019 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,10,79,094 થઇ :એક્ટિવ કેસ 1,56,413 થયા: વધુ 12,361 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,07,61,139 થયા :વધુ 109 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,56,970 થયા access_time 1:03 am IST