Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

ભારતીય ફૂટબોલ ટીમના પૂર્વ સુકાની બાઇચુંગ ભૂટિયાનું તૃણમૃણ કોંગ્રેસમાંથી ઓચિંતું રાજીનામુ

અધિકારીક રીતે ટીએમસીના તમામ પદ છોડી દીધા- હવે હું કોઇ પોલિટિકલ પાર્ટીનો મેમ્બર નથી

કોલકાતા :ભારતીય ફૂટબોલ ટીમના પૂર્વ કેપ્ટન બાઇચુંગ ભૂટિયાએ મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રસ (ટીએમસી)માંથી રાજીનામું આપી દીધું છે. ભૂટિયાએ ટ્વીટ કરીને રાજનીતિથી અલગ થવાની જાહેરાત પણ કરી હતી તેઓએ લખ્યું કે, આજથી મેં અધિકારીક રીતે ટીએમસીના તમામ પદ છોડી દીધા છે. હવે હું કોઇ પોલિટિકલ પાર્ટીનો મેમ્બર નથી.

  અત્રે ઉલ્લેખનીય છે કે, 2011માં ફૂટબોલથી રિટાયરમેન્ટ બાદ ભૂટિયા ટીએમસીમાં સામેલ થયા. પાર્ટીની ટિકિટ પર 2014માં તેઓએ લોકસભા અને બાદમાં વિધાનસભાની ચૂંટણી પણ લડી હતી, જો કે બંને વખત તેઓને હાર મળી હતી.

(10:19 pm IST)