Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

સ્ટ્રેંડઝા મેમોરીયલ ટૂર્નામેન્ટની ફાઈનલમાં પહોંચી પુનિયા

નવી દિલ્હી:એશિયન ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીતનાર સીમા પુનિયા (૮૧ કિલોગ્રામ વર્ગમાં)એ સ્ટ્રેંડઝા મેમોરીયલ ટૂર્નામેન્ટની ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે જ્યારે આ ટૂર્નામેન્ટમાં બે અન્ય મહિલા બોક્સરોએ બ્રોન્ઝ મેડલ નિશ્ચિત કર્યા છે. ક્વાર્ટર ફાઈનલ મેચમાં સીમાએ બલ્જેરીયાની મિહાએલા નિકોલોવાને ૫-૦થી હરાવીને ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. આ ઉપરાંત એમસી મેરીકોમ (૪૮ કિલોગ્રામ વર્ગ)એ પણ ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. જ્યારે આ ટૂર્નામેન્ટમાં વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીતનાર સ્વીટી બુરા (૭૫ કિલોગ્રામ વર્ગ) અને ભાગ્યવતી કાચરી (૮૧ કિલોગ્રામ વર્ગ) એ બ્રોન્ઝ મેડલ જીત્યો છે. સ્વીટીએ ચીનની લીકિયાન સામે જ્યારે ભાગ્યવતીએ રશિયાની મારીયા ઉરાકોવા સામે હારનો સામનો કરવો પડયો હતો. જ્યારે પૂર્વ વર્લ્ડ અને એશિયન ચેમ્પિયન એલ સરીતા દેવી (૬૦ કિલોગ્રામ વર્ગ)એ ત્રીજા ક્રમ માટેની મેચમાં હારનો સામનો કરવો પડયો હતો. 

(4:58 pm IST)