Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

લોરેસ રમત પુરસ્કારમાં ભાગ લેશે કપિલ દેવ અને યુવર્સજ સિંહ

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટર કપિલ દેવ અને યુવરાજ સિંહ સહિત દુનિયાના પોત-પોતાના રમતોના દિગ્ગ્જ ખેલાડીઓ 27 ફેબ્રુઆરીએ યોજાનાર લોરેંસ વિશ્વ રમત પુરસ્કાર 2018માં ભાગ લેવાના છે.કપિલ દેવ ઓસ્ટ્રેલિયાના પૂર્વ કપ્તાન સ્ટીવ વોની સાથે લોરેંસ વિશ્વ રમત પુરસ્કારોની એકેડમીના સભ્ય છે તો યુવરાજ સિંહ બ્રાન્ડ એમ્બેસેડર છે. આ ઉપરાંત આ પુરસ્કાર સમારોહમાં અવનર મહેમાનોના નામમાં જર્મન ટેનિસ સ્ટાર બોરિસ બેકર, અમેરિકી ટેનિસ દિગ્ગ્જ માર્ટિના નવરાતિલોવા, મોનીકા સેલેસ, પોળ વોલ્ટની દિગ્ગ્જ ખિલાડી સર્ગેઈ બુબક, પોતાના જમાનાની પ્રખ્યાત જિમ્નાસ્ટિક નાદિયા કોમોનેચી, જેવા દિગ્ગ્જ્જોના સામેલ છે.

(5:35 pm IST)