Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

ભુવનેશ્વર 6 મહિના માટે બહાર: હવે આઈપીએલથી કરશે કમબેક

 નવી દિલ્હી: ભારતીય ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર અઠવાડિયા માટે મેદાનથી દૂર રહેશે અને હવે તે આઈપીએલ 2021 માં મેદાનમાં વાપસી કરી શકશે. 2 ઓક્ટોબરના રોજ આઈપીએલમાં ચેન્નઈ સુપર સામે રમાયેલી મેચમાં ચેન્નાઇની ઇનિંગની 19 મી ઓવર દરમિયાન ભુવનેશ્વરને ઈજા પહોંચી હતી અને તે માત્ર એક બોલ ફેંકીને મેદાનની બહાર નીકળી ગયો હતો. 30 વર્ષીય ભુવનેશ્વર હાલમાં બેંગ્લુરુમાં નેશનલ ક્રિકેટ એકેડેમી (એનસીએ) માં ઈજાથી સ્વસ્થ થઈ રહ્યો છે અને આવતા મહિના સુધીમાં તેનું પુનર્વસન પૂર્ણ કરશે. ભારતીય ફાસ્ટ બોલરો હવે મહિનાથી ક્રિકેટથી દૂર રહેશે. બાબતે જાગૃત એક સૂત્રએ આઈએએનએસને જણાવ્યું કે, હવે તે આઈપીએલના સમય સુધીમાં ફિટ થઈ જશે, કેમ કે તે મહિનાથી સ્પર્ધાત્મક ક્રિકેટમાંથી બહાર છે. મુંબઈ ઈન્ડિયન્સ સાથે સંકળાયેલા સ્પોર્ટ્સ ફિઝીયોથેરાપિસ્ટ હીથ મેથ્યુઝે કહ્યું છે કે ભુવનેશ્વર ક્લાસિક ઇજાઓ અનુભવી રહ્યો છે.

(5:28 pm IST)