Gujarati News

Gujarati News

News of Wednesday, 25th December 2019

ઓસ્ટ્રેલિયા ઓપનના વિજેતાને મળશે ૩.૫ અબજ રૂપિયા

મેન્સ- વિમેન્સ ચેમ્પિયન બન્નેને મળશે અધધધ...રકમઃ ૧૩.૬ ટકાનો વધારોઃ પ્રથમ રાઉન્ડમાં હારનારને ૯.૮૬ લાખ અને

મેલબર્નઃ ઓસ્ટ્રેલિયન ઓપનમાં વિજેતાઓ આવતા વર્ષથી ૩.૫ અબજ રૂપિયા માટે ફાઇટ કરતા જોવા મળશે. વિજેતાને મળતી પ્રાઇઝ મનીમાં આવતા વર્ષથી જબરદસ્ત વધારો કરવામાં આવ્યો છે. ૨૦૨૦થી ઓસ્ટ્રેલિયા ઓપનના વિનરને ૭૧ મિલ્યન ઓસ્ટ્રેલિયન ડોલર એટલે કે અંદાજે ૩.૫ અબજ રૂપિયા આપવામાં આવશે. મેન્સ સિંગલ અને વુમન્સ સિંગલના ચેમ્પિયન્સ બન્નેને આટલી અધધધ રકમ મળશે. ગયા વર્ષની રકમની સામે ૧૩.૬ટકા વધારો આપવામાં આવ્યો છે. ૨૦૧૯માં ઓસ્ટ્રેલિયન ઓપનમાં પ્રાઇઝ મની તરીકે લગભગ ૩૦૮ કરોડ રૂપિયા (૬૨.૫૦ મિલ્યન ઓસ્ટ્રેલિયન ડોલર)નું ઇનામ રાખવામાં આવ્યું હતું. છેલ્લાં ૧૦ વર્ષમાં આ પ્રાઇઝ મનીનો આંકડો ૧૮૩.૯૦ ટકા વધ્યો છે.

મેચના કવોલિફાઈટિંગ માટેના પહેલા રાઉન્ડમાં હારનારને ૯.૮૬ લાખ અને મેઇન ડ્રોના પહેલા રાઉન્ડમાં હારનારને ૪૪.૩૯ લાખ રૂપિયા મળશે. ટુર્નામેન્ટ આવતા વર્ષે ૨૦ જાન્યુઆરીથી બીજી ફેબ્રઆરી સુધી મેલબર્નમાં રમાશે.

(3:34 pm IST)