Gujarati News

Gujarati News

News of Monday, 25th November 2019

અંડર-23 એશિયા કપનો ખિતાબ પાકિસ્તાનના નામે: બાંગ્લાદેશને આપી 77 રનથી માત

નવી દિલ્હી:  પાકિસ્તાનની વરિષ્ઠ ટીમ ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં સંઘર્ષ કરી રહી છે જ્યારે તેની અન્ડર -23 ટીમે બાંગ્લાદેશના ઢાકામાં અંડર -23 એશિયા કપ જીત્યો છે. શનિવારે શેર-એ-બંગાળ નેશનલ સ્ટેડિયમ ખાતે રમાયેલી ટાઇટલ મેચમાં પાકિસ્તાને યજમાન બાંગ્લાદેશને  77 રનથી હરાવી હતી.અપરાજિત થયા બાદ બાંગ્લાદેશની ટીમ ફાઈનલમાં પહોંચી હતી પરંતુ ફાઈનલમાં નિરાશાનો સામનો કરવો પડ્યો હતો. વિકેટકીપર રોહેલ નઝિરના 113 બોલમાં 12 ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 111 અને ઇમરાન રફીકના 62 રનની મદદથી પાકિસ્તાને 50 ઓવરમાં વિકેટે 301 રન બનાવ્યા. જેના જવાબમાં બાંગ્લાદેશની ટીમે 43.3 ઓવરમાં 224 રનમાં સમેટાઇ ગઇ હતી.બાંગ્લાદેશ તરફથી કેપ્ટન નાઝિમુલ હુસેન શાન્તોએ 46, આફિફ હુસેનએ 49 અને મેહદી હસનએ 42 રન બનાવ્યા હતા. પાકિસ્તાન તરફથી મોહમ્મદ હસ્નાઇને 32 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી જ્યારે ખુશદિલ શાહ અને સૈફ બદરને બે-બે વિકેટ મળી હતી. નજીરને પ્લેયર ઓફ મેચ અને બાંગ્લાદેશની સૌમ્યા સરકારને પ્લેયર ઓફ સિરીઝનો એવોર્ડ મળ્યો હતો.

(5:37 pm IST)