Gujarati News

Gujarati News

News of Monday, 25th November 2019

નાઇટ ટેસ્ટ મેચમાં બેટ્સમેન માટે લાઇટમાં બેટીંગ કરવુ સંઘર્ષપૂર્ણઃ સાંજના સમયે ગુલાબી બોલ જોવામાં સમસ્યા નડે છેઃ વાઇસ કેપ્ટન અજિંકય રહાણે અને બાંગ્લાદેશના કેપ્ટન મોમિનૂલ હકના અભિપ્રાય

કોલકાતા : ટીમ ઇન્ડિયા ડે નાઇટ ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશ વિરૂદ્ધ 2-0થી જીત મેળવી ચૂકી છે. પહેલી ટેસ્ટ મેચમાં ટીમ ઇન્ડિયા માટે 51 રનની ઇનિંગ રમનારા વાઇસ કેપ્ટન અજિંક્ય રહાણેએ ગુલાબી બોલથી લાઇટમાં બેટિંગ કરવાનો પોતાનો પહેલો અનુભવ શેયર કર્યો. ટેસ્ટ મેચની સિરીઝમાં બંને ટીમો માટે ગુલાબી બોલથી રમવાનો પહેલો અનુભવ હતો. મામલે અજિંક્ય રહાણેએ કહ્યું છે કે ડે નાઇટ ટેસ્ટ મેચમાં બેટ્સમેન માટે લાઇટમાં બેટિંગ કરવાનું સંઘર્ષપૂર્ણ છે. મામલે બાંગ્લાદેશના કેપ્ટન મોમિનૂલ હકનું પણ કહેવું છે કે ટ્વિલાઇટ (સાંજના સમયે) ગુલાબી બોલ જોવામાં સમસ્યા નડે છે.

                 ટીમ ઇન્ડિયાએ બાંગ્લાદેશને બીજા ટેસ્ટ મેચમાં બહુ ખરાબ રીતે હરાવી દીધું છે. કોલકાતામાં રમાયેલી ડે નાઇટ મેચમાં ટીમ ઇન્ડિયાએ મહેમાન ટીમને એક ઇનિંગ અને 46 રનથી હરાવી છે. ટીમ ઇન્ડિયાએ જીત સાથે 2 મેચોની ટેસ્ટ સિરીઝ 2-0 પોતાના નામે કરી લીધી છે. ભારતે પહેલી ટેસ્ટ મેચમાં પણ બાંગ્લાદેશને ભારે તફાવતથી હરાવ્યું હતું. ભારતે જીત સાથે ક્લિન સ્વીપની હેટ્રિક પણ બનાવી લીધી છે. પહેલાં ટીમ ઇન્ડિયાએ વેસ્ટ ઇન્ડિઝને 2-0થી અને દક્ષિણ આફ્રિકાને 3-0થી હરાવ્યું હતું.

                ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બીજી ટેસ્ટ કોલકાતાના ઇડન ગાર્ડન સ્ટેડિયમમાં રમવામાં આવી હતી. ડે નાઇટ ટેસ્ટ મેચ હતી. બંને ટીમો પહેલીવાર ટેસ્ટ મેચ રમી રહી હતી અને એમાં ભારતનું પલડું ભારે સાબિત થયું હતું. ભારતે પહેલાં બાંગ્લાદેશને 106 રન પર ઓલઆઉટ કર્યું અને પછી 347/9નો મોટો સ્કોર બનાવીને પહેલી ઇનિંગમાં 241 રનની સરસાઈ મેળવી હતી. બાંગ્લાદેશની ઇનિંગની હાર ટાળવા માટે બીજી ઇનિંગમાં ઓછામાં ઓછા 241 રન બનાવવાની જરૂર હતી પણ મહેમાન ટીમ માત્ર 195 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી.

(5:20 pm IST)