Gujarati News

Gujarati News

News of Monday, 25th November 2019

ન્યુઝીલેન્ડને ઈંગ્લેન્ડે એક ઈનિંગ અને ૬૫ રનથી હરાવ્યુ : સિરીઝમાં ૧-૦થી આગળ

વેટલીંગની બેવડી સદી બાદ સાઉથી અને સેન્ટનર ઝળકયા

માઉન્ટ, તા. ૨૫ : માઉન્ટ ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચના પાંચમા અને અંતિમ દિવે યજમાન ન્યુઝીલેન્ડે ઇગ્લેન્ડ પર એક ઇનિગ્સ અને ૬૫ રને જીત મેળવીને શ્રેણીમાં ૧-૦ની મહત્વપૂર્ણ લીડ મેળવી હતી. આજે પાંચમાં દિવસે ઇંગ્લેન્ડની ટીમ મેદાનમાં વધારે સમય સુધી ટકી શકી ન હતી.આખી ટીમ ૧૯૭ રન કરીને ઓલઆઉટ થઇ ગઇ હતી. ઇંગ્લેન્ડના કોઇ બેટ્સમેન ટકી શક્યા ન હતા.

ન્યુઝીલેન્ડ  વાગનરે ૪૪ રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી. ઇંગ્લેન્ડ તરફથી ડેનલીએ સૌથી વધારે ૩૫ રન કર્યા હતા. લાંબી ભાગીદારી ન થતા પ્રવાસી ટીમ હારી ગઇ હતી. અગાઉ ચોથા દિવસે વેટલિંગ અને સેન્ટનર વચ્ચે રેકોર્ડ ભાગીદારીની મદદથી ન્યૂઝીલેન્ડે ઈગ્લેન્ડ પર મજબુત સ્થિતિ મેળવી લીધી હતી. ચોથા દિવસે ન્યૂઝીલેન્ડ તરફથી વેટલિંગે બેવડી સદી ફટકારી હતી. જ્યારે સેન્ટનરે ૧૨૬ રન બનાવ્યા હતા. આ બંનેએ સાતમી વિકેટની ભાગીદારીમાં ૨૬૧ રન બનાવ્યા હતા. જે એક રેકોર્ડ છે.

ચોથા દિવસે રમત બંધ રહી ત્યારે ઇગ્લેન્ડે તેના બીજા દાવમાં ત્રણ વિકેટે ૫૫ રન બનાવ્યા હતા. આજે પાંચમા અને અંતિમ દિવસે આગળ રમતા ઈગ્લેન્ડની ટીમ ૧૯૭ રન કરીને આઉટ થઇ ગઇ હતી.  આ ટેસ્ટ મેચમાં મેચ રેફરી તરીકેની ભૂમિકામાં ભારતના પૂર્વ ખેલાડી જવાગલ શ્રીનાથની પસંદગી કરવામાં આવી હતી.

૩૫૩ રન કરી ઓલઆઉટ થઇ ગઈ હતી. ન્યુઝીલેન્ડ તરફથી સાઉથીએ ૮૮ રન આપીને ચાર વિકેટ ઝડપી હતી જ્યારે વાગનરે ૩ વિકેટ ઝડપી હતી. સેન્ટનરે ૫૩ રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. બોલ્ટે માત્ર છ ઓવર બોલિંગ કરી હતી. આ શ્રેણીમાં બોલ્ટ હજુ સુધી કોઇ ખાસ અસર છોડી શક્યો નથી. તે ફ્લોપ રહેતા નિરાશા છે.

(3:43 pm IST)