Gujarati News

Gujarati News

News of Monday, 25th November 2019

નેશનલ માસ્ટર્સ સ્વીમીંગમાં ર ગોલ્ડ મેડલ હાંસલ કરતા રાજકોટના દાઉદભાઇ ફુલાણી

રાજકોટ તા. ૨૫ : લખનૌ (ઉ.પ્ર.) મુકામે તાજેતરમાં યોજાય ગયેલ નેશનલ માસ્ટર્સ સ્વીમીંગ હરીફાઇમાં રાજકોટના એ.જી. કચેરીના નિવૃત્ત એવા ૭૮ વર્ષિય દાઉદભાઇ ફુલાણીએ ર ગોલ્ડ, ૧ સીલ્વર, ૧ બ્રોન્ઝ મેડલ જીતી પોતાની પાસે રહેલ મેડલોની હારમાળામાં ઉમેરો કર્યો છે.  અત્યાર સુધીમાં ૫૮ ગોલ્ડ, ૪૯ સીલ્વર, ૩૯ કાંસાના ચંદ્રકો મેળવી ચુકયા છે. ગુજરાતનો પ્રથમ મેડલ મેળવવાનો શ્રેય તેમને મળ્યો હતો. છેલ્લા ૩ વર્ષથી તેઓ ૫૦ મી બ્રેસ્ટ સ્ટ્રોક તથા ૧૦૦ મી. બ્રેસ્ટ સ્ટ્રોકમાં ૭૫ થી ૭૯ વય ગ્રુપમાં રમી રહ્યા છે અને તેમને કોઇ હરાવી શકયુ નથી. તેઓ છેલ્લા ૧૫ વર્ષથી ઓલ ઇન્ડિીયા માસ્ટર્સ તરણ સ્પર્ધામાં ભાગ લઇ રહ્યા છે. ૩૬ વર્ષ સુધી ઓલ ઇન્ડિયા ઓડીટ ટુનાર્મમેન્ટમાં હોકી, ફુટબોલ, ક્રિકેટ અને વોલીબોલમાં ૬૦ વર્ષ સુધી ભાગ લઇ ચુકયા છે. રાજકુમાર કોલેજમાં ક્રિકેટમાં ઓલ રાઉન્ડર તરીકે ગોલ્ડ મેડલ મેળવી ચુકયા છે. જીમમાં પણ તેઓ પ્રથમ રહીને જીમ કલર મેળવી ચુકયા છે. રીજયોનલ સ્પોર્ટસ બોર્ડની હોકી, ક્રિકેટ, ટેબલ ટેનિસમાં દિલ્હી, મદ્રાસ, કટક, અલ્હાબાદ, સીલોંગ, ચંદીગઢ વગેરે સ્થળે રમી ચુકયા છે. સ્વીમીંગમા સૌરાષ્ટ્ર યુનિ. માં ચેમ્પીયન રહ્યા છે. તેમજ રાજકોટ ડીસ્ટ્રીકટ બાસ્કેટબોલ ટીમમાંથી ૧૦ વર્ષ સુધી ઓપન ગુજરાત બાસ્કેટ બોલ ટુર્ના.માં ભાગ લીધેલ. સાઇકલીંગમાં દ્વીતીય તથા શુટીંગમાં પ્રથમ રહી ચુકયા છે. અહીં ઉલ્લેખનીય છે કે સ્વીમીંગમાં ઓલ ઇન્ડિયા વેટરન્સમાં ૪ વખત રેકોર્ડ બ્રેક કરેલ છે. તેમના મો.૯૬૮૭૯ ૨૮૩૩૩ છે.

(3:32 pm IST)