Gujarati News

Gujarati News

News of Saturday, 25th November 2017

નાગપુર ટેસ્ટમાં પુજારા અને મુરલી વિજયની મક્કમ સદી

ચેતેશ્વર પુજારા ૧૨૧ રન સાથે હજુ રમતમાં : શ્રીલંકાના પ્રથમ દાવમાં માત્ર ૨૦૫ રન ઓલઆઉટના જવાબમાં ભારતના બે વિકેટે ૩૧૨ રન : સ્થિતી મજબુત

નવી દિલ્હી,તા. ૨૫ : નાગપુર ખાતે રમાઇ રહેલી બીજી ટેસ્ટ મેચના આજે બીજા દિવસે ભારતે તેની પક્કડ મજબુત બનાવી હતી. આજે રમત બંધ રહી ત્યારે ભારતે બે વિકેટ ગુમાવીને ૩૧૨ રન કર્યા હતા. ભારતે હવે શ્રીલંકા પર ૧૦૭ રનની લીડ મેળવી લીધી છે અનવે તેની આઠ વિકેટ હાથમાં છે. જેથથી આટેસ્ટમાં હવે ભારતની જીતની આશા દેખાઇ રહી છે. આવતીકાલે ત્રીજા દિવસે પુજારા અને કેપ્ટન વિરાટ કોહલી લાંબી ઇનિગ્સ રમીને ભારતને જંગી લીડ અપાવે તેવી શક્યતા છે. હાલ પુજારા ૧૨૧ અને કોહલી ૫૪ રન સાથે રમતમાં છે. બીજી ટેસ્ટ મેચના પ્રથમ દિવસે રવિચન્દ્રન અશ્વીનના નેતૃત્વમાં ભારતીય બોલરોના શાનદાર દેખાવની સામે શ્રીલંકન બેટ્સમેન ટકી શક્યા ન હતા. પ્રથમ દિવસે શ્રીલંકાની ટીમ તેના પ્રથમ દાવમાં ૨૦૫ રન બનાવીને ઓલઆઉટ થઇ ગઇ હતી. જેના જવાબમાં ગઇકાલે રમત બંધ રહી ત્યારે ભારતે તેના પ્રથમ દાવમાં આઠ ઓવરની રમતમાં એક વિકેટ ગુમાવીને ૧૧ રન કર્યા હતા. આજે આગળ ઇનિગ્સ વધારી દીધા બાદ ભારતીય બેટ્સમેનોએ ખુબ મક્કમ બેટિંગ કરી હતી. બીજી વિકેટની ભાગીદારીમાં પુજારા અને મુરલી વિજય વચ્ચે લાંબી ભાગીદારી થઇ હતી. મુરલી વિજય ૧૨૮ રન કરીને આઉટ થયો હતો. ભારતે હવે શ્રીલંકા પર ૧૦૭ રનની લીડ મેળવી લીધી છે. છેલ્લા છ ટેસ્ટ મેચમાં મુરલી વિજય અને પુજારા વચ્ચે પાંચમી સદીની ભાગીદારી છે. મુરલી વિજયે આઠ મહિના બાદ ટીમમાં વાપસી કરી છે. વાપસીની સાથે જ પુજારાએ સદી કરી હતી. મુરલીએ કેરિયરની ૧૦મી સદી કરી હતી.  નાગપુરના મેદાન ઉપર શ્રીલંકાની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો પરંતુ ભારતીય બોલરોની શાનદાર બોલરોની સામે શ્રીલંકન બેટ્સમેનો ટકી શક્યા ન હતા. છેલ્લા પાંચ વર્ષમાં બંને દેશો વચ્ચે મેચોની વાત કરવામાં આવે તો બંને વચ્ચે ૨૫ ટેસ્ટ મેચો રમાઈ છે જે પૈકી ભારતે આઠ ટેસ્ટ મેચો જીતી છે. ૯ ટેસ્ટ મેચો ડ્રો થઇ છે. આઠ ટેસ્ટ મેચોમાં ભારતની પણ હાર થઇ છે. એકંદરે ૨૫ ટેસ્ટ મેચો રમાઈ ચુકી છે. હેડ ટુ હેડની વાત કરવામાં આવે તો બંને વચ્ચે ખુબ રોમાંચક ઇતિહાસ રહ્યો છે. ૨૦મી ઓગસ્ટ ૨૦૧૫ અને ૧૪મી ઓગસ્ટ ૨૦૧૭ વચ્ચેના ગાળામાં છેલ્લી છ ટેસ્ટ મેચો રમાઈ છે જે પૈકી ભારતની જીતનો દેખાવ શાનદાર રહ્યો છે. બીજી બાજ ભારતમાં શ્રીલંકા સામે ૧૮ ટેસ્ટ મેચો રમાઈ ચુકી છે જે પૈકી ભારતે ૧૦ ટેસ્ટ મેચોમાં જીત મેળવી છે જ્યારે બાકીની આઠ ટેસ્ટ મેચો ડ્રોમાં પરિણમી છે. ભારતીય ટીમ હાલમાં ખુબ શાનદાર દેખાવ કરી રહી છે. બીજીબાજુ શ્રીલંકન ટીમ પણ હાલમાં યુએઇમાં પાકિસ્તાન સામે સારો દેખાવ કરીને અહીં પહોંચી છે. અત્રે નોંધનીય છે કે, કોલકાતાના ઐતિહાસિક ઇડન ગાર્ડન ખાતે રમાયેલી ભારત અને શ્રીલંકા વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચ ડ્રોમાં પરિણમી હતી. ભારતીય ટીમ જીતની બિલકુલ નજીક પહોંચીને જીતથી વંચિત રહી જતા ક્રિકેટ ચાહકો નિરાશ થયા હતા. પાંચમા અને અંતિમ દિવસે જ્યારે ખરાબ રોશનીના કારણે રમત રોકી દેવામાં આવી ત્યારે ભારતે ખુબ મજબુત સ્થિતી મેળવી લીધી હતી. શ્રીલંકાએ સાત વિકેટ ૭૫ રનમાં ગુમાવી દીધી હતી. જો કે આ ટેસ્ટ મેચ અંતે ડ્રો રહી હતી.

રોમાંચની સાથે સાથે......

*      ભારતે બે વિકેટ ગુમાવીને ૩૧૨ રન કર્યા હતા. ભારતે હવે શ્રીલંકા પર ૧૦૭ રનની લીડ મેળવી લીધી છે અનવે તેની આઠ વિકેટ હાથમાં છે.

*      આવતીકાલે ત્રીજા દિવસે પુજારા અને કેપ્ટન વિરાટ કોહલી લાંબી ઇનિગ્સ રમીને ભારતને જંગી લીડ અપાવે તેવી શક્યતા છે.

*      છેલ્લાી છ ટેસ્ટ મેચમાં મુરલી વિજય અને પુજારા વચ્ચે પાંચમી સદીની ભાગીદારી છે.

*      મુરલી વિજયે આઠ મહિના બાદ ટીમમાં વાપસી કરી છે. વાપસીની સાથે જ પુજારાએ સદી કરી હતી.

*      ભારતના આઠ ઓવરમાં એક વિકેટે ૧૧ રનથી પુજારા અને વિજયે ઇનિગ્સને આજે આગળ વધારી હતી.

*      પુજારા અને મુરલી વિજય ઉપરાંત કોહલી પણ સદી તરફ

સ્કોરબોર્ડ : નાગપુર ટેસ્ટ

શ્રીલંકા પ્રથમ દાવ :

સમરવિક્રમા

કો. પુજારા બો. ઇશાંત

૧૩

કરુણારત્ને

એલબી. બો. ઇશાંત

૫૧

થિરિમાને

બો. અશ્વિન

૦૯

મેથ્યુસ

એલબી બો. જાડેજા

૧૦

ચાંદીમલ

એલબી બો. અશ્વિન

૫૭

ડિકવિલા

કો. ઇશાંત બો. જાડેજા

૨૪

શનાકા

બો. અશ્વિન

૦૨

પરેરા

એલબી. બો. જાડેજા

૧૫

હૈરાથ

કો. રહાણે બો. અશ્વિન

૦૪

લકમલ

કો. સહા બો. ઇશાંત

૧૭

ગમાઝે

અણનમ

૦૦

વધારાના

 

૦૩

કુલ

(૭૯.૧ ઓવરમાં ઓલઆઉટ)

૨૦૫

પતન  : ૧-૨૦, ૨-૪૪, ૩-૬૦, ૪-૧૨૨, ૫-૧૬૦, ૬-૧૬૫, ૭-૧૮૪, ૮-૧૮૪, ૯-૨૦૫, ૧૦-૨૦૫

બોલિંગ : ઇશાંત : ૧૪-૩-૩૭-૩, ઉમેશ : ૧૬-૪-૪૩-૦, અશ્વિન : ૨૮.૧-૭-૬૭-૪, જાડેજા : ૨૧-૪-૫૬-૩.

ભારત પ્રથમ દાવ :

કેએલ રાહુલ

બો. ગમાઝ

૦૭

વિજય

કો. દિલરૂવાન બો. હેરાથ

૧૨૮

પુજારા

અણનમ

૧૨૧

કોહલી

અણનમ

૫૪

વધારાના

 

૦૨

કુલ

(૯૮ ઓવરમાં બે વિકેટે  )

૩૧૨

પતન  : ૧-૭, ૨૧૬

 

 

બોલિંગ : લકમલ : ૧૮-૨-૫૮-૦, ગમાજ : ૨૨-૭-૪૭-૧, ગમાજ : ૨૨-૭-૪૭-૧, હેરાથ : ૨૪-૮-૪૫-૧, શનાકા : ૧૩-૩-૪૩-૦, પરેરા : ૨૧-૦-૧૧૭-૦

(7:31 pm IST)