Gujarati News

Gujarati News

News of Saturday, 25th November 2017

AIBA મહિલા યુવા વિશ્વ ચેમ્પિયનશિપમાં ભારતીય બોક્સરોનો દબદબો

નવી દિલ્હી:ભારતીય મહિલા બોક્સર એઆઈબીએ મહિલા યુવા વિશ્વ ચેમ્પિયનશિપમાં પોતાના સર્વશ્રેષ્ઠ પ્રદર્શન તરફ આગળ વધી રહી છે. ભારતે ક્વાર્ટર ફાઈનલના દિવસે પાંચ મેડલ પોતાના સુનિશ્ચિત બે મેડલમાં જોડી દીધા. 
ભારતે હરિફાઈના પાછળના ચરણમાં માત્ર એક બ્રોન્ઝ મેડલ જીત્યો હતો અને ૨૦૧૧ બાદથી એકપણ ગોલ્ડ મેડલ નથી જીત્યો. ભારતીય મહિલા બોક્સર જ્યોતિ ગુલિયા (૫૧ કિલોગ્રામ), શશી ચોપડા (૫૭ કિલોગ્રામ), અંકુશિતા બોરો (૬૪ કિલોગ્રામ), નીતૂ (૪૮ કિલોગ્રામ) અને સાક્ષી ચૌધરી (૫૪ કિલોગ્રામ) પોતાની ક્વાર્ટર ફાઈનલ બાઉટ જીતીને સેમીફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. જ્યારે નેહા યાદવ (પ્લસ ૮૧ કિલોગ્રામ) અને અનુપમા (૮૧ કિલોગ્રામ) પોતાના વજન વર્ગોમાં ડ્રોમાં ઓછા બોક્સરના કારણે અંતિમ ચારમાં પ્રવેશી મેડલ પાકુ કરી લીધુ છે. જોકે નિહારીકા ગોનેલા (૭૫ કિગ્રા) ઈંગ્લેન્ડની જોર્જિયા ઓકોનોરથી અને આસ્થા પહવા (૬૯ કિગ્રા) તુર્કીની કાનસેર ઓએલ્ટુથી ક્વાર્ટર ફાઈનલમાં હારીને બહાર થઈ ગઈ.

(4:36 pm IST)