Gujarati News

Gujarati News

News of Saturday, 25th November 2017

ચોથી વખત 'ગોલ્ડન બુટ'થી સન્માન થયું ફૂટબોલર મેસીનું

નવી દિલ્હી: અર્જેનિના સ્ટાર ફૂટબોલર લિયોનલ મેસીનું યુરોપ લીગના અંતિમ સત્રમાં સૌથી વધુ સ્કોર બનવવા માટે ચોથી વખત ગોલ્ડન બુટ થી આપી સન્માન કરવામાં આવ્યું છે.

આ સન્માનની સાથે જ મેસીએ ક્રિસ્ટીયાનો રોનાલ્ડો બરાબરી કરી લીધી છે. બાર્સીલોના ફરવર્ડ  મેસી અને રિયલ મેડ્રિડના રોનાલ્ડો બન્નેને હવે 4-4 વખત ગોલ્ડન બુટ એવૉર્ડ મેળવી ચુક્યા છે. મેસીએ સ્પેનિશ લીગમાં 37 ગોલ ફટકાર્યા હતા. જયારે બીજા નંબર પર હોલેન્ડના સ્ટાઇકર  બાસ દોસ્તનું નામ છે જેને 34 ગોલ કર્યા છે.

મેસીએ 2009-10માં યુરોપ લીગમાં 34 ગોલનો સ્કોર બનાવ્યો હતો, ત્યાર પછી 2011-12માં 50 ગોલ, અને 2012-13માં 46 ગોલનો સ્કોર કર્યો હતો.

 

(4:35 pm IST)