Gujarati News

Gujarati News

News of Saturday, 25th November 2017

રવિચન્દ્રન અશ્ર્વિન હવે ૪ વિકેટ લેશે એટલે લિલીનો વિક્રમ તૂટશે

નાગપુર: ૩૧ વર્ષીય રવિચન્દ્રન અશ્ર્વિન ૫૪મી ટેસ્ટ રમી રહ્યો છે. ગઈ કાલની ચાર વિકેટને ગણતરીમાં લેતાં તેણે અત્યાર સુધીમાં કુલ ૨૯૬ ટેસ્ટ-વિકેટ લીધી છે. ઑસ્ટ્રેલિયાના મહાન ફાસ્ટ બોલર ડેનિસ લિલીએ ૫૬ ટેસ્ટમાં ૩૦૦ ટેસ્ટ-વિકેટ લીધી હતી અને અત્યાર સુધી એ તેમનો ફાસ્ટેસ્ટ ૩૦૦ વિકેટનો વિશ્ર્વવિક્રમ રહ્યો છે. જોકે, અશ્ર્વિન હવે બીજી ૪ વિકેટ લેશે એટલે ૩૦૦ વિકેટના જાદુઈ આંકડા પર પહોંચી જશે. અશ્ર્વિન પાસે હજી આ સિરીઝમાં વર્તમાન ટેસ્ટની બીજી ઇનિંગ્સનો સમય છે તેમ જ દિલ્હીની ત્રીજી ટેસ્ટ (જે તેની પંચાવનમી ટેસ્ટ બનશે) એમાં પણ તે આ ઉપલબ્ધિ મેળવી શકશે. અશ્ર્વિન ફાસ્ટેસ્ટ ૨૦૦ તેમ જ ૨૫૦ વિકેટોનો વિશ્ર્વવિક્રમ ધરાવે જ છે.

 

(9:04 am IST)