Gujarati News

Gujarati News

News of Tuesday, 25th October 2022

ડેડ બોલ અને ત્રણ બાયનો વિવાદઃ બધું આઇસીસીના કાયદાની અંદર જ થયેલુ

ભારતે રવિવારે ૧૬૦ રનના ટાર્ગેટ સામે છેલ્લે જયારે ૩ બોલમાં ૧૩ રન બનાવવાના બાકી હતા ત્‍યારે કોહલીએ મોહમ્‍મદ નવાઝના કમર સુધીના ઉંચા ફુલ ટોસમાં ડીપ મિડ-વિકેટ પરથી સિકસર ફટકારી હતી. એ નો બોલ જાહેર કરાયો અને ભારતે ફ્રી હિટ મળી હતી. પાકિસ્‍તાનના કેપ્‍ટન બાબર અને તેની આખી ટીમ મુંઝાઇ ગઇ હતી. એ પછી નવાઝે વાઇડ ફેંકતાં ફ્રી હિટ લંબાઇ ગઇ હતી. પછીનો નવાઝનો બોલ કોહલીના સ્‍ટમ્‍પ્‍સને વાગ્‍યો હતો, પરંતુ એ ફ્રી હિટ હોગાથી જ કોહલી મોકળાશથી રમ્‍યો હતો.અને તેને આઉટ નહોતો અપાયો. બોલ થર્ડ મેન તરફ જતાં કોહલી અને કાર્તિક ત્રણ રન દોડી ગયા હતા. એ બાયના ત્રણ રન હતા. પાકિસ્‍તાની ટીમે એ ત્રણ રન સામે વિરોધ નોંધાવ્‍યો, પણ અમ્‍પાયરે બધું આઇસીસીના નિયમ મુજબ જ થઇ રહ્યું છે. એવું કહીને ભારતને એ ત્રણ રન આપ્‍યા હતા. બાબર એને‘ડેડ બોલ' જાહેર કરાવવા માગતો હતો. જો કે નિયમ ર૦.૧.૧ મુજબ ફ્રી હિટમાં જો બેટર હેન્‍ડલ્‍ડ ઘ બોલનો ગુનો કરે, બે વખત બોલને ફટકારે, ફિલ્‍ડીંગમાં અવરોધરૂપ બને કે રનઆઉટ થાય તો જ બેટર આઉટ કહેવાય. જો કે બેટર કલીન બોલ્‍ડ થાય તો પણ ફ્રી હીટમાં આઉટ ન કહેવાય અને બોલ ‘ઇન પ્‍લે' હતો અને એમાં બાયના ત્રણ રન બનેલા એટલે એ ભારતને આપી દેવાયા હતા.

(3:19 pm IST)