Gujarati News

Gujarati News

News of Tuesday, 25th September 2018

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે શ્રીલંકા સાથે ટી-20 સિરીઝ જીતી

નવી દિલ્હી:ભારતીય મહિલા ક્રિકેટ ટીમે અનુજા પાટિલના ઓલરાઉન્ડ દેખાવ અને જેમિમા રોડ્રિગ્ઝની અર્ધી સદીની મદદથી શ્રીલંકન મહિલા ટીમ સામેની ચોથી ટી-૨૦ મેચમાં સાત વિકેટે વિજય મેળવી પાંચ મેચની ટી-૨૦માં ૩-૦ની અજેય લીડ મેળવી લીધી છે. ભારતે પ્રથમ ટી-૨૦માં ૧૩ રને, બીજી ટી-૨૦ વરસાદને કારણે રદ થઈ હતી જ્યારે ત્રીજી ટી-૨૦માં પાંચ વિકેટે જીત મેળવી હતી.

(6:39 pm IST)