Gujarati News

Gujarati News

News of Tuesday, 25th September 2018

આ ખેલાડીની પતિ-પત્નીની લડાઈમાં દીકરીના ભોગના દિવસ બન્યા

નવી દિલ્હી:મોહમ્મદ શમી અને હસીન જહાં છેલ્લા કેટલાક સમયથી અલગ અલગ રહી રહ્યા છે. બંને વચ્ચે ભરણપોષણ અને બીજા કેટલાક મામલે કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. હસીન જહાં પોતાની ત્રણ વર્ષની દીકરી સાથે અલગ રહે છે. તેને મોહમ્મદ શમી પર પોતાની દીકરીમાં અભ્યાસ માટે પૈસા નહીં આપવાનો આરોપ લગાવ્યો છે. હસીન જહાંનું કહેવું છે કે પૈસા નહીં હોવાને કારણે તે પોતાની દીકરીનો દાખલો નથી કરાવી શકતી.

(6:39 pm IST)