Gujarati News

Gujarati News

News of Tuesday, 25th September 2018

ચેસ ઓલિમ્પિયાડ : ભારતીય ટીમે કરી શાનદાર શરૂઆત

નવી દિલ્હીઃ પાંચ વખતના વર્લ્ડ ચેમ્પિયન વિશ્વનાથન આનંદને આરામ આપ્યા બાદ પણ ભારતીય ટીમે વિશ્વ ચેસ ઓલિમ્પિયાડમાં શાનદાર શરૂઆત કરી છે. ભારતીય પુરુષ ટીમે અલ સલ્વાડોરને 3.5-0.5થી હરાવી હતી. મહિલા ટીમે ન્યુઝિલેન્ડની ટીમને 4-0થી હરાવી હતી. 43મી વર્લ્ડ ચેસ ઓલિમ્પિયાડ જ્યોર્જિયાના બાટુમી શહેરમાં રમાઈ રહી છે.બર્ગાસે શશિકરણને ડ્રો પર રોક્યો ભારતીય ગ્રાન્ડ માસ્ટર પી. હરિકૃષ્ણા, વિદિત સંતોષ ગુજરાતી અને બી. અધિબાને મોતાની મેચ ઝડપથી પતાવી દીધી હતી. શશિકરણને મેચ ડ્રો કરાવા માટે 52 ચાલ રમવીપડી. તેને બર્ગાસ ફેગુઓરાએ મે ડ્રો કરવા માટે મજબુર કર્યો. ટૂર્નામેન્ટમાં ભાગ લઈ રહેલી દરેક ટીમમાં 5-5 ખેલાડી હોય છે, જેમાંથી ચારને મુકાબલામાં રમવાનું હોય છે. ટીમ દરેક મેચમાં પોતાના એક ખેલાડીને આરામ આપી શકે છે.

(6:38 pm IST)