Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

સ્લો ઓવર રેટ બદલ ન્યુઝીલેન્ડને ફટકારાયો દંડ

નવી દિલ્હી : વર્લ્ડકપ ટુર્નામેન્ટમાં ન્યુઝીલેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની મેચમાં સ્લો ઓવર રેટને કારણે ન્યુઝીલેન્ડને દંડ ફટકારવામાં આવ્યો છે.

આ મેચ ન્યુઝીલેન્ડે પાંચ રને જીતી લીધી હતી અને ન્યુઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમ્સને કરીઅરના શ્રેષ્ઠ ૧૪૮ રન બનાવ્યા હતા. એમીરેટ્સ આઈસીસી ઈલાઈટ પેનલના ડેવીડ બુને સ્લો ઓવર રેટને બદલ ન્યુઝીલેન્ડને દંડ ફટકાર્યો છે. આઈસીસીના નિયમ પ્રમાણે નિર્ધારીત સમયમાં ઓવર ન પૂરી કરવા બદલ પ્લેયરને મેચ ફીના ૧૦% અને ટીમના કેપ્ટનને ૨૦ % દંડ કરવામાં આવે છે. આ મુજબ કેન વિલિયમસનને મેચ ફીના ૨૦ ટકા અને અન્ય પ્લેયરોને ૧૦ ટકા ફાઈન કરવામાં આવ્યો છે. ટુર્નામેન્ટમાં જો આવુ બીજી વાર બન્યુ તો વિલિયમ્સનને સસ્પેન્ડ પણ કરવામાં આવી શકે છે.

(4:03 pm IST)