Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

ફૂટબોલની મેચમાં હાફટાઇમ સમયે મેદાનમાં કાંગારું ઘુસી ગયું;ખેલાડીઓમાં નાસભાગ :મેચ 20મિનિટ અટકાવી પડી

 

સિડની :હાલમાં ઓસ્ટ્રેલિયામાં મહિલાઓની પ્રીમિયર લીગ ફૂટબોલ મેચ રમાઈ રહી છે ત્યારે કેનબરા ફૂટબોલ ક્લબ અને બેલોકોનેન યુનાઇટેડ બ્લૂ ડેવિલ્સ વચ્ચેની મેચમાં હાફ ટાઇમના સમયે એક કાંગારુ અચાનક મેદનમાં આવી ચડતા ખેલાડીઓમાં નાસ ભાગ મચી ગઈ હતી. કાંગારુ મેદાનમાં હોવાથી ફૂટબોલ મેચને 20 મિનિટ અટકાવી પડી હતી. જો કે ત્યાર બાદ તેને વેન દ્વારા બહાર લઈ જવામાં આવ્યુ હતુ.

(10:32 pm IST)