Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

ફેડરરે ગુમાવ્યુ નંબર વન રેન્કીંગ : નડાલ ફરી ટોચ ઉપર

ક્રોએશિયાના બોર્ના કોરીકે સ્વિત્ઝર્લેન્ડના રોજર ફેડરરને એટીપી ગ્રાસ ઈવેન્ટની ફાઈનલમાં ૭-૬ (૮/૬), ૩-૬, ૬-૩ના માર્જીનથી હરાવીને ફેડરરને તેના ૯૯માં ટાઈટલથી વંચિત રાખ્યો હતો. ફેડરરે એટીપી નંબર વન રેન્કીંગ ગુમાવી દીધુ હતું અને સ્પેનનો રાફેલ નડાલ ફરીથી નંબર વન બન્યો હતો. ફેડરરે જર્મનીમાં રેકોર્ડ ૧૦મું ટાઈટલ જીતવાનો મોકો પણ ગુમાવી દીધો હતો. ૩૪મી રેન્ક ધરાવતા ક્રોએશિયાના આ પ્લેયરે ફેડરરને ગ્રાસ પર સતત ૨૦ વિજય પર બ્રેક મારી દીધી હતી. ગયા અઠવાડીયે સ્ટુટગાર્ટમાં ૯૮મું ટાઈટલ જીતનારો ફેડરર ફકત બે કલાકમાં હારી ગયો હતો.

(1:14 pm IST)