Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

વિદેશના પ્રવાસે જાય એ પહેલા જ શ્રીલંકાના બેટ્સમેન ધનંજયના પિતાની અચાનક હત્યા

વેસ્ટ ઈન્ડિસ પ્રવાસથી પોતાનું નામ પાછું ખેંચવું પડ્યું

  વિદેશ પ્રવાસ પહેલા શ્રીલંકાના બેટ્સમેન ધનંજય ડિસિલ્વાના તાના પિતાની અચાનક થયેલી હત્યાના કારણે વેસ્ટ ઈન્ડિસ પ્રવાસથી પોતાનું નામ પાછું ખેંચવું પડ્યું છે.શ્રીલંકાની ટીમને પ્રવાસ પર રવાના થવાનું હતું. દૂબઈ થઈને જનાર ફ્લાઈટમાં માત્ર 12 કલાક બચ્યા હતા અને અચાનક ડિસિલ્વાના પિતાના હત્યાની જાણ થઇ  સમાચાર મળ્યા બાદ ડિસિલ્વા અને તેમના સાથી ખેલાડીઓ હોસ્પિટલ પણ પહોંચ્યા હતા, પરંતુ હોસ્પિટલમાં તેમના પિતાને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.

   પોલીસના જણાવ્યા અનુસાર ધનંજયના પિતા રંજન ડિસિલ્વાને ગુરૂવારે સાંજે લગભગ 8.30 વાગે સાઉથ કોલંબોમાં હુમલાખોરોએ ગોળીઓ મારી દીધી હતી. તેમની હત્યા પાછળ રાજકીય કાવાદાવાઓ માનવામાં આવી રહ્યાં છે. તેમને હાલમાં પેટા ચૂંટણીઓમાં જીત મેળવી હતી.

   ઘટના પછી પણ શ્રીલંકા ક્રિકેટમાં કોઈ ફેરફારની કોઈ પ્રતિક્રિયા આવી નહતી પરંતુ  એવું માનવામાં આવી રહ્યું છે કે, ટીમમાં કેટલાક ફેરફાર કરવામાં આવી શકે છે.

  ધનંજય ડિસિલ્વાએ ભારત વિરૂદ્ધ દિલ્હી ટેસ્ટમાં ટીમમાં વાપસી કરી હતી. 26 વર્ષના ડિસિલ્વાએ ટેસ્ટની બીજી ઈનિંગમાં અણનમ સદી ફટકારીને ટેસ્ટને ડ્રો કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. 26 વર્ષના ધનંજયે કુલ 13 ટેસ્ટ રમી છે.

(12:18 am IST)
  • દિલ્હીના મુખ્ય સચિવ અંશુ પ્રકાશ સાથે કથિત મારપીટ મામલે નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદીયાની ત્રણ કલાક પૂછપરછ :એડિશનલ ડીસીપી હરેન્દ્રસિંહના નેતૃત્વમાં એક ટીમે સિસોદીયાના મથુરા રોડ પરના ઘરે 165 મિનિટ પૂછપરછ કરી અને અંદાજે 125 સવાલ કર્યા :પોલીસે કહ્યું જવાબથી સંતુષ્ટ access_time 1:18 am IST

  • પાકિસ્તાનમાં ઈદના અવસરે ભારતીય ફિલ્મો પર પ્રતિબંધ :પાકિસ્તાનના માહિતી -પ્રસારણ મંત્રાલયે પ્રતિબંધ લગાવતા એવો તર્ક કર્યો છે કે તેનાથી ક્ષેત્રીય પ્રાદેશિક ફિલ્મોને પ્રોત્સાહન મળશે :ભારતીય ફિલ્મો પર આ પ્રતિબંધ ઈદના બે દિવસ પહેલાથી લઈને ઈદ બાદ બે સપ્તાહ સુધી લાગુ રહેશે access_time 1:08 am IST

  • રાજકોટમાં વોકહાર્ટ હોસ્પિટલમાં 24 વર્ષના યુવાન હાર્દિક હડિયા બ્રેઇનડેડ જાહેર :અંગદાનનો નિર્ણય બાદ રાજકોટના ઇતિહાસમાં સૌપ્રથમ વાર ગ્રીન કોરિડોરની વ્યવસ્થા :એર એબ્યુલન્સથી પાંચ વ્યક્તિને નવજીવન મળશે :મૂળ લીલાખાનાં યુવકના આંખ,કિડની,હૃદય,સહિતના અંગોની દાન કરાયું access_time 12:59 am IST